આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે સીટી બસ રોકાવી, ત્યારબાદ થયું એવું કે..
સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને સુવિધા મળી રહે તે માટે અલગ-અલગ વિસ્તારમાં સીટી બસ ચલાવવામાં આવે છે. આ સીટી બસમાં લોકોને બસના કંડક્ટર દ્વારા ટિકિટ ન આપવામાં આવતી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે સુરતના આમ આદમી પાર્ટીના કોર્પોરેટ ધર્મેન્દ્ર સિટી બસના કર્મચારીની પોલ ખોલી હતી
ધર્મેન્દ્ર વાવલિયા એ એક સિટી બસને ઉભી રાખીને લોકો પાસે ટિકિટ છે કે, નહીં તે બાબતે તપાસ કરી હતી. ત્યારબાદ જે લોકો પાસે ટિકિટ નહોતી તેમને ટિકિટ લેવા માટે અનુરોધ કર્યો હતો.
અને કંડકટર ને પણ બધા લોકોને ટિકિટ આપવા માટે સૂચન કર્યું હતું. સાથે જણાવ્યું હતું કે, વ્યક્તિ બસમાં બેસે એટલે તેની ટિકિટ તાત્કાલિક મળી જવી જોઈએ. ધર્મેન્દ્ર વાવલીયા વધુમાં જણાવ્યું હતું કે, આ 58 કરોડની આવક કરે છે અને તેની સામે 248 કરોડની નુકસાની કરે છે.
આ બસમાં આટલા બધા લોકો છે તેમાંથી ત્રણ લોકોની પાસે ટિકિટ આપણે પાંચ થી દસ રૂપિયા બચાવવા જોઈએ છીએ. તો આ ભાઈ રોજના બે હજાર રૂપિયાની કમાણી કરે છે.
જો આ કંડકટર ટિકિટ આપવાની ના પાડે તો મને ફોન કરજો, ત્યારબાદ બીજી સીટી બસમાં પણ ધર્મેન્દ્ર વાવલીયા ટિકિટ ને લઈને ચેકિંગ કર્યું હતું. તે બસમાં મોટાભાગના લોકો પાસે ટિકિટ હતી અને થોડીવાર પહેલા જ બેસેલા લોકો ને ટીકીટ લેવાની હતી, તેથી કોર્પોરેટર બસમાં પણ લોકોને ટિકિટ લેવા માટે અનુરોધ કર્યો હતો.
તેમને લોકોને કહ્યું હતું કે, આપણે અત્યારે પાંચ રૂપિયા બચાવવા માટે જઈએ છીએ. તેમાં પાછળ બે હજાર રૂપિયા વેરાબીલ વધી જાય છે. આ પૈસા ચોરીના કિસ્સામાં ચાલ્યા જાય છે. તમામ લોકોએ ડર્યા વગર કંડકટર પાસેથી ટીકીટ માંગવી જરૂરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!