આમ આદમી પાર્ટીના નેતા ગરીબોને અનાજ નું કૌભાંડ કરતા…
આપણે સૌ જાણીએ છીએ કે, દેશમાં અવાર-નવાર અનાજ સગેવગે કરવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. અને ગરીબ ના અનાજનો કાળો બજાર કરવામાં આવે છે. અને ગરીબ લોકોનું અનાજ અન્ય જગ્યાએ સગેવગે કરી દેવામાં આવે છે. કાળા બજાર ગરીબોનું સસ્તુ અનાજ બહાર વેચી દે છે. સુરત શહેરમાં અવારનવાર ના કૌભાંડો સામે આવતા રહે છે.
ત્યારે ફરી એક વખત અનાજનો કૌભાંડ સામે આવતા હલચલ મચી ગઈ છે. સુરતમાં અનાજનું કાળો કારોબાર ઝડપી પાડવામાં આવ્યું છે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તાર માંથી ગરીબોનું અનાજ સગેવગે કરનાર કાળાબજાર અને ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર સસ્તા અનાજની દુકાનદાર ગરીબોનું અનાજ સગેવગે કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરના પુરવઠા જોન ની દુકાન નંબર-વન દુકાનદાર અનાજ બહાર વેચતા હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના દરમિયાન હીરાલાલ કાલુરામ શાહ નામના દુકાનદારનો અનાજનું ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
જો કે, આ બાબતે ભાજપના કાર્યકરો દાવો કરી રહ્યા છે. કે આ આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી છે. ગરીબોના અનાજનું કૌભાંડ કરતા ચાલીસ ગુણ અનાજ સાથે પકડી પાડવામાં આવ્યા છે.
ગરીબોનું સસ્તુ અનાજ નો ટેમ્પો ભરી બહાર જય આવે છે, તે પહેલા જ ટેમ્પાને ઝડપી પાડવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટના અંગે કાપોદ્રા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અનાજનો ટેમ્પો જપ્ત કર્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!