આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસના પીઠ આગેવાનો જોડાતા રાજકીય વાતાવરણમાં પલટો આવ્યો છે. આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસના પીઠ આગેવાનો જોડાયા. આજના રોજ હાલોલ તાલુકાના કાર્યકરોની એક બેઠક હાલોલ ગોધરા રોડ પર માં જિલ્લા પ્રમુખ દિનેશ બારીયા ની અધ્યક્ષતા માં રાખવામાં આવી હતી,
જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયેશભાઇ સંગાડા તથા જિલ્લા અને તાલુકા ના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં જિલ્લા પ્રમુખ દિનેશ બારીયા ના હસ્તે દિપ પ્રગટાવીને કરવામાં આવી હતી.
આજની મીટિંગમાં હાલોલ તાલુકાના પ્રમુખ તરીકે યુવા લીડર વિશાલ જાદવ ની નિયુક્તિ કરવામાં આવી, તેમજ હાલોલના જાંબાઝ મહિલા લીડર મુક્તિ જાદવને પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી. આમ આદમી પાર્ટીનું નેતૃત્વ દિવસેને દિવસે વધી રહ્યું છે.
કાર્યકરો દ્વારા પાર્ટીનો પ્રચાર અને પ્રસારની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કાર્યકરો પાર્ટીના પ્રચાર અને પ્રસારની કામગીરી કરી રહ્યા છે, અને જિલ્લામાં એક લાખથી વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
પંચમહાલમાં આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ નું માત્ર એક જ લક્ષ છે કે, જિલ્લાની પાંચ વિધાનસભા આપણે જીતવાની છે,
એના માટે સંપૂર્ણ તાકાત લગાવી દો આમ આદમી પાર્ટીમાં બધા કાર્ય કરો ગામે-ગામે ઘરે-ઘરે અને જેને જેને પહોંચો લોકોને હવે વિકાસની રાજનીતિ જોઈએ છે. લોકો આમ આદમી પાર્ટીને આવકારી રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!