આપણે સૌ જાણીએ છીએ કે, કોઈ પણ વ્યક્તિને જીવનમાં તેનો જન્મ દિવસ ખૂબ મહત્વનો હોય છે. કારણ કે, તે દિવસે તેનો જન્મ થયો હોય છે. જેને લઇને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેનો જન્મ દિવસ ખૂબ જ ખાસ રહે આની સાથે તે ઈચ્છે છે કે, આવનારા સમયમાં તેમનું જીવન સુખી રહે અને ભવિષ્ય ઉજ્જવળ રહે અને પોતાના ધ્યેય સુધી પહોંચી શકે.
ઘણા લોકો એવા હોય છે કે, જે જન્મદિવસ પર મિત્રો પરિવાર સાથે પાર્ટી કરે છે. જન્મદિવસ પર ખુશીઓ ની ઉજવણી કરવી યોગ્ય છે, પરંતુ આજના સમયમાં લોકો આ દિવસે દારૂ સાથે અન્ય વસ્તુઓનું પણ સેવન કરી રહ્યા છે.
જે સમાજને બરબાદી તરફ ધકેલી શકે છે. સુરતની 21 વર્ષની દીકરી જાનવી ભુવા એ પોતાના જન્મદિવસ પુલ નીચે અને રોડ રસ્તા પર રહેતા શ્રમજીવી પરિવારના બાળકો સાથે ઉજવણી કરી હતી, તેમને જણાવી દઈએ કે જાનવી ભુવા નાનપણથી જ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે.
જેઓ તેમના યુવા જાગૃતિ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સાથે આવા બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય પણ ઘણા સમયથી કરી રહ્યા છે. સાથે તેમને જણાવી દઈએ કે, હાલ તેઓ આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS સુરતના મહિલા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.
જન્મદિવસની ઉજવણીમાં સૌથી શુભ કાર્ય છે. જરૂરત મંદ અને ગરીબ લોકોની સેવા કરવી અને પોતાનાથી બની શકે એટલું દાન કરવું આપણે સૌ જાણીએ છીએ કે, જન્મ દિવસના દિવસે જરૂરીયાત મંદોને ખવડાવવું જોઈએ કેમકે, અન્નદાન એક મહાન ગણવામાં આવે છે.
આ સાથે તેઓએ તેમની ક્ષમતા અનુસાર જરૂરી ચીજ વસ્તુઓનું દાન પણ કર્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!