ગુજરાત કબજે લેવા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતે ઉતરશે મેદાનમાં, જાણો આખો કાર્યક્રમ.
રાજ્યમાં અન્ય પક્ષોની ચૂંટણીલક્ષી તૈયારીઓ જોઈ હવે કોંગ્રેસ પાર્ટીએ પણ પોતાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને ગુજરાતી કોંગી નેતાઓ એ 125 બેઠકો મેળવવા ઉપર ભાર મુકી કામે લાગી જવા એક જૂથ થઈ ગયા છે. એટલું જ નહીં પણ ખુદ ગબ્બર બની 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી ગુજરાતમાં ફરી એકવાર પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે.
ગુજરાતનો ગઢ કબજે કરવા કામે લાગનાર હોવાથી ગુજરાત કોંગ્રેસમાં જોમ આવ્યું છે.જો કે, પ્રશાંત કિશોર અંગે હજુ સુધી કોઇ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી.
પણ તેઓના નામ ની ચર્ચાઓ ચાલી રહી છે કે, તે ગુજરાતની સુકાન સંભાળશે આ વાત ચર્ચાએ વેગ પકડ્યો છે.ગુજરાત કોંગ્રેસનું સુકાન રણનીતિકાર પ્રશાંત કિશોરની સોંપી કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા નવો દાવ અપનાવવા રણનીતિ ખેલી છે.
તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી, જેમાં ધારાસભ્યોને પોતાની બેઠક સિવાય અન્ય વિધાનસભા સીટ ની પણ જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠક જીતવાના લક્ષ્યાંક રાખ્યો છે. લગભગ ચાર કલાકથી વધુ સમય સુધી ચાલેલી બેઠકમાં કોંગ્રેસ ને વધુ બેઠકો કેવી રીતે મળે તે અંગેની ચર્ચા વિચારણા થઇ હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!