Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
મોદી સરકાર વિરુદ્ધ વ્યુરચના ઘડવા, સોનિયા ગાંધીએ 18 વિપક્ષ પાર્ટીઓની બોલાવી બેઠક, આમ આદમી પાર્ટીને આમંત્રણ નહીં... - GUJJUFAN

મોદી સરકાર વિરુદ્ધ વ્યુરચના ઘડવા, સોનિયા ગાંધીએ 18 વિપક્ષ પાર્ટીઓની બોલાવી બેઠક, આમ આદમી પાર્ટીને આમંત્રણ નહીં…

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિપક્ષી એકતા ભાગરૂપે શુક્રવારે દેશના 18 વિપક્ષી દળો સાથે બેઠક કરશે. પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ઝારખંડના મુખ્યમંત્રી આ બેઠકમાં ભાગ લેશે. સૂત્રોનું કહેવું છે કે, સોનિયા ગાંધી દેશ સામેના મુખ્ય વિપક્ષી પાર્ટીઓ ને સાથે લઇને સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.

આ પ્રયાસ હેઠળ અનેક બેઠક બોલાવવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષ તરફથી કઠીન પડકારો રજૂ કરવા માટે વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રીય સ્તરે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ટક્કર આપવા માટે એક સાથે આવવાનો પ્રયાસ કરી રહી છે.

આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા વિચારણા થશે આ બેઠકમાં અર્થવ્યવસ્થા, પેગાસસ જાસૂસી વિવાદ, કિસાન આંદોલન જેવા મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.

આ મિટિંગમાં ભાગ લેવા જઈ રહેલા એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે આ મિટિંગમાં આમ આદમી પાર્ટી નેતા ને આમંત્રણ આપવામાં આવ્યું નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને એકબીજા સાથે એક જ પ્લેટફોર્મ પર આવવા અસહજ છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર સહિતના વિપક્ષી નેતાઓ સોનિયા ગાંધી સાથે ડિજિટલ બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *