આ મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે 11,000 રૂપિયા લઈને માં મોગલને ચાંદીનું છત્ર ચઢાવવા પહોંચ્યા, ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું કે..
માતાજી મોગલ ના પરચા તો અપરંપાર છે, અને માતાજી મોગલ ના દર્શન માત્રથી ભક્તોનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. અને એટલું જ નહીં પરંતુ માતાજી મોગલ ની કૃપાથી ઘણા લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. માતાજી મોગલ અઢારે વરણના માં કહેવાય છે, એટલું જ નહીં પરંતુ કહેવાય છે કે માતાજી મોગલ ક્યારેય પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી. તેથી જ ભક્તો પણ માતાજી પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે,
અને માતાજી મોગલ ની માનતા માને છે. ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. આજે આપણે માતાજી મોગલ ને પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે વિશે સાંભળી તમને પણ માતાજી પ્રત્યે વિશ્વાસ બંધાઈ જશે.
એક મહિલાની દીકરીનો કાન સારો થઈ જાય એટલા માટે મહિલાએ મા મોગલ ની માનતા રાખી હતી. મા મોગલ ની કૃપાથી દીકરીના કાનની તકલીફ દૂર થઈ ગઈ તેથી મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે 11 હજાર રૂપિયા અને ચાંદીનું છત્ર લઈને
કચ્છમાં આવેલા કબરાઉ ધામ મા માં મોગલના મંદિરે આવી પહોંચી હતી. ત્યારે મહિલાને પૂછવામાં આવ્યું હતું કે તમારે શેની માનતા હતી. ત્યારે મહિલાએ વાત કરતા જણાવ્યું કે, દીકરીના કાનમાં દુખાવો હતો જેથી તેમને મા મોગલ ની માનતા રાખી હતી.
માનતા રાખતા ના થોડાક જ દિવસમાં દીકરીના કાનનો દુખાવો દૂર થઈ ગયો હતો. તેથી મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે કેનેડાથી કબરાઉ ધામ આવી પહોંચી હતી. ત્યારબાદ મહિલા મણીધર બાપુને 11 હજાર રૂપિયા અને ચાંદીનું છત્ર આપે છે.
મા મોગલ એ તારી સાત ગણી માનતા સ્વીકારી છે. એમ કહીને મહિલા ને તેના 11 હજાર રૂપિયા અને ચાંદીનું છત્ર પરત આપી દે છે. વધુમાં મણીધર બાપુએ જણાવ્યું કે આ રૂપિયા તું તારી દીકરીને આપી દેજે, અને આ ચાંદીનું છત્ર તમારા કુળદેવીને અર્પણ કરજે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!