કોંગ્રેસની ચૂંટણીની જવાબદારી કોને સોંપવી, શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ માં આવશે ?
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી નિવાસસ્થાને મંગળવારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો ની મહત્વની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ઝડપથી ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીની યુક્ત થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, સાથે ધારાસભ્ય લલિત કગથરા પણ ચર્ચા વિચારણામાં સામેલ હોય તેવો દાવો કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરની ગુજરાત કોંગ્રેસ ની જવાબદારી સોંપવામાં આવી હતી, એવી પણ ચર્ચા વિચારણા થઇ હતી.
બીજી તરફ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસ માં પાછા આવશે એ મુદ્દે પણ ચર્ચા કરાઈ ન હતી. ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ કહ્યું હતું કે, શંકરસિંહ વાઘેલા મુદ્દે કોઈ ચર્ચા નથી થતી પરંતુ કોઈ પણ નેતા કોંગ્રેસના આવવા માંગતા હોય તો બધા જ માટે દ્વાર ખુલ્લાં છે.
ધારાસભ્ય પ્રવીણ મુછડીયા એ આ બેઠકમાં સંગઠનને મજબૂત કરવા અને આગામી દિવસોમાં પ્રજા વચ્ચે પહોંચવાના કાર્યક્રમો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતમાં વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ના નિવાસ્થાને ધારાસભ્યો સાથે મહત્વની બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા, મધુસુદન મિસ્ત્રી જેવા નેતાઓ હાજર રહ્યા હતા.
બેઠકમાં ધારાસભ્યો અને નેતાઓ વચ્ચે મિટિંગમાં પ્રદેશ સંગઠન મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા થઈ હતી.આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી વિધાનસભા વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ પદ માટે તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ મુદ્દે રજૂઆત કરવા માટે દિલ્હી જવારી તૈયારી પણ ધારાસભ્ય દર્શાવી હતી. આ ઉપરાંત 2022 ની ચૂંટણી માટે સંગઠનમાં પરિવર્તન કરવું કે, હાલ જ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા રાખવા અંગે પણ હાઈ કમાન્ડને કરે એવો નિર્ણય લેવાયો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!