આજે CNGના ભાવમાં એક સાથે થયો મોટો ઉછાળો, મહિનાના પહેલા દિવસે ભાવમાં ભડકો

ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ગઈકાલે નેચરલ ગેસના ભાવમાં વધારો થયા બાદ આજે અદાણી ગેસે સીએનજી અને પીએનજીના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પીએનજીના ભાવમાં અંદાજે પ્રતિ એમએમબીટીયુ 120 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

આજે સીએનજીના ભાવમાં વધારો કર્યા બાદ ગુજરાતમાં સીએનજી નો નવો ભાવ 79.59 રૂપિયાએ પહોંચી ગયો છે. આ પહેલા જુનો ભાવ પ્રતિ કિલો 74.59 રૂપીયા હતો.

આ પહેલા છેલ્લા 24 એપ્રિલ એટલે કે એક સપ્તાહ પહેલા પ્રતિ કિલો સીએનજીના ભાવમાં પાંચ રૂપિયાનો વધારો થયો હતો. સીએનજી થી લઈને પીએનજી મોંઘી થઈ શકે છે કારણ કે ઘરેલું ગેસના ભાવ બમણા થી વધુનો વધારો કરવામાં આવે છે.

1 એપ્રિલ 2020 ની સ્થાનિક કુદરતી ગેસના ભાવ વધીને 6.10 ડોલર લિટર થઇ ગયા છે.  સીએનજી થી લઈને પીએનજી મોંઘી થઈ શકે છે. કારણ કે ઘરેલું ગેસના ભાવ બમણાથી વધુ જોવા મળી રહ્યો છે.

1 એપ્રિલ 2022 થી ભાવમાં ખૂબ મોટા વધારા જોવા મળી રહ્યા છે, દિવસે ને દિવસે મોંઘવારી નો માર વધી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ અને શાકભાજીની સાથે સાથે ખાદ્ય ચીજવસ્તુના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

ગેસના ભાવમાં વધારાને કારણે એપ્રિલ મહિનાથી રસોડા માં ભોજન રાંધવા થી લઈને વીજળી અને ટ્રાન્સપોર્ટના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કુદરતી ગેસની કિંમતમાં ભારે વધારાને કારણે ગેસની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *