આજે PM નરેન્દ્ર મોદી કરશે સૌથી મોટી જાહેરાત, દેશને મળશે આ મોટો લાભ

આજે ખેડૂતો માટે પ્રધાનમંત્રી મોદી મોટી જાહેરાત કરવાના છે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશને પાકની 35 નવી જાત સમર્પિત કરશો. આબોહવા ફેરફાર અને પોષણની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા પાકની 35 નવી વેરાઈટી વિકસિત કરવામાં આવી છે.

બાકી આ નવી વેરાઈટી ક્લાઇમેન્ટ ની સાથે અને ઉચ્ચ ગુણો થી સજ્જ છે 35 પાકની જાતો વિશેષ ગુણધર્મો અને આબોહવા સામે ટક્કર ઝીલી શકે તેવી છે. પ્રધાનમંત્રી મોદી દેશને પાકની જે નવી 35 જાત આપવાના છે.

તે ગમે તેવા પ્રતિકૂળ હવામાન ને પણ ટક્કર ઝીલી શકવા સક્ષમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ આઇસીએઆર સંસ્થાઓમાં આયોજિત પાન ઇન્ડિયા કાર્યક્રમ 28 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે ખાસ લક્ષણો ધરાવતી 35 પાકો ની જાત રાષ્ટ્રને સમર્પિત કરશે.

કાર્યક્રમ દરમ્યાન પ્રધાનમંત્રી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ બાયોટિક સ્ટ્રેસ ટોલેરાન્સ રાયપુર નું નવનિર્માણ કેમ્પસ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રી કૃષિ યુનિવર્સિટી કેમ્પસ એવોર્ડનું વિતરણ કરશે. તેમજ નવીન પદ્ધતિઓનો ઉપયોગ કરતા ખેડૂતો સાથે વાત કરશે અને સભાને સંબોધશે.

ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ કાઉન્સિલ દ્વારા આબોહવા પરિવર્તન અને કુપોષણ ના બે પડકારનો સામનો કરવા માટે ખાસ લક્ષણો ધરાવતી પાકોની જાતો વિકસાવવામાં આવી છે.

વર્ષ 2021 માં ભવાની સ્થિતિસ્થાપકતા અને ઉચ્ચ પોષણ તત્વો જેવા ખાસ લક્ષણો ધરાવતી 35 પાકની જાતો વિકસાવવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *