આજે રાહુલ ગાંધી લેશે મોટો નિર્ણય, આ રાજ્યમાં મુખ્યમંત્રી બદલવાના એંધાણ !

કોંગ્રેસ પર છત્તીસગઢના મુખ્યમંત્રી ને બદલાવા ને લઈને દબાણ બનાવવામાં આવી રહ્યું છે. જો કે, પાર્ટીના હાઈ કમાન્ડને હજુ સુધી સીએમ બદલાવાના કોઈ સંકેત નથી આપ્યા. છત્તીસગઢમાં સીએમ ભૂપેશ બધેલ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા સ્વાસ્થ્ય મંત્રી ટી એસ દેવ માં ચાલી રહી છે.

બંને નેતા કોંગ્રેસ હાઈ કમાન્ડ ની મુલાકાત કરવા દિલ્હી પહોંચ્યા છે. સમર્થકોએ કહ્યું કે, અઢી અઢી વર્ષથી એમને લઈને સહમતી બની હતી અને તેવામાં હવે સિંહ દેવને મુખ્યમંત્રી બનાવવામાં આવવા જોઈએ.

ત્યારે સીએમ ભૂપેશ બધેલ નજીકના સૂત્રોનું કહેવું છે કે, અઢી અઢી વર્ષના પીએમ બનવા જેવા કોઈ ફોર્મ્યુલા નથી તેમને કહ્યું કે, આ સમયે સરકારને અસ્થિર કરવા વિનાશકારી હોઈ શકે છે.

સમાચાર એજન્સી ભાષાના જણાવ્યા અનુસાર ભૂપેશ બધેલ અને સહદેવ સોમવારે જ દિલ્હી પહોંચી ગયા છે. અને મંગળવારે બંને નેતા રાહુલ ગાંધીને મળશે.

આ પ્રસંગે સંગઠન મહા સચિવ વેણુગોપાલ છતીસગઢ પ્રભારી પી એલ પુણ્ય પણ હાજર રહેવાની સંભાવના છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *