આજે સરકારી કંપની દ્વારા પેટ્રોલ-ડીઝલ નો નવો ભાવ જાહેર, જાણો સસ્તુ થયું કે મોંઘુ

સરકારી તેલ કંપનીઓને આજે પેટ્રોલ અને ડીઝલનો લેટેસ્ટ ભાવ જાહેર કર્યો છે. ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળે છે. આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 101.84 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.87 રૂપિયા પ્રતિ લિટર ના સ્થાને છે.મુંબઈ માં પેટ્રોલ100.83 રૂપિયા અને ડીઝલ 97 45 રૂપિયા પ્રતિ લીટર છે. તેમને જણાવ્યું હતું કે કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલ છેલ્લા ઘણા સમયથી ઘટાડો થયો નથી.

ગુજરાત ના અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.58 રૂપિયા પ્રતિ લિટર વેચાય રહ્યું છે. જ્યારે પેટ્રોલની કિંમત 98.41 રૂપિયા પ્રતિ લીટર છે.ઓપેક દેશોએ કહ્યું છે કે, ચાલુ મહિનાથી તે દર મહિના તેના ઉત્પાદનમાં ચાર લાખ બેરલ નો વધારો કરશે અને આમ હાલ માં લાગુ 5.8 મિલિયન બેરલ કાપ ધીમે ધીમે 2022 ના અંત સુધીમાં સમાપ્ત થશે.

નવી નિર્ધારિત ઉત્પાદન મર્યાદા હેઠળ યુએઈ 3.5 મિલિયન બેરલ ઉત્પાદન કરી શકાશે.ઈરાક અને કુવેત માટે દૈનિક ઉત્પાદન મર્યાદામાં વધારો આનાથી થોડો ઓછો હશે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે છ વાગ્યે ફેરફાર થાય છે. નવા દર 6 વાગ્યા થી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે. વિદેશી મુદ્રા સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *