સમાચાર

ગુજરાતમાં 3 ઓક્ટોબરે ત્રણ પક્ષો વચ્ચે ખેલાશે ત્રિકોણીયો જંગ, જાણો કોણ..

મહામારી ના કારણે ચૂંટણી રાખવામાં આવી હતી મોકુફ 11 બોર્ડની 44 બેઠક માટે કરવામાં આવશે મતદાન. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું બ્યુગલ વાગે મુક્યુ છે. તારીખ 3 ઓક્ટોબરના રોજ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે.

11 વોર્ડની કુલ 44 બેઠક માટે 2.92 લાખ જેટલા મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મહામારી ના કારણે મોકૂફ રાખવામાં આવી હતી.

રાજ્યના ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી તારીખ 3 ઓક્ટોબરના રોજ યોજવામાં આવશે. ગાંધીનગરમાં નવા વિસ્તારનો સમાવેશ કરાયા બાદ બોર્ડ નંબર સંખ્યા 11 થઈ છે 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન કરવામાં આવશે.

ચૂંટણી જીતવા માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોર લગાવી રહી છે. ભાજપ પ્રમુખ અને કમિટી થકી વિજયની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની આંતરિક લડાઈ બાજુ પર મૂકીને ન્યા યાત્રા દ્વારા ભ્રષ્ટાચારના મુદ્દાને લઇને આગળ વધી રહી છે.

પરંતુ કોંગ્રેસની આંતરિક લડાઈ ના કારણે ચૂંટણી જીત્યા પછી પણ હારનો સામનો કરી રહી છે. જેનું પુનરાવર્તન ન થાય તે દિશામાં જિલ્લા પ્રમુખ સૂર્ય શ્રી ડાભી તેમજ શહેર પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 બેઠકો મળ્યા બાદ આમ આદમી પાર્ટીના આત્મવિશ્વાસ પણ વધ્યો છે. મહામારી ભ્રષ્ટાચાર પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ, ગટર, પાણી સહિત નામ સળગતા મુદ્દા ધ્યાનમાં રાખી પાર્ટી શરૂઆતથી જ આક્રમક અને સક્રિય કામગીરી શરૂ કરી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *