ભાજપ વાળા રોડ શોનું આયોજન કરાયું છે તો કોંગ્રેસ દ્વારા રોડ શો યોજાયો છે. ગાંધીનગરના પેથાપુરમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટિલ રોડ શો યોજ્યો હતો. ભાજપ દ્વારા સમગ્ર ગાંધીનગર આવરી લે તેવા રોડ શોનું આયોજન કરાયું હતું. સત્તા મેળવવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.
તો ભાજપના ગાંધીનગર મનપામાં 44 માંથી 44 બેઠકો જીતવાનો દાવો કરી રહ્યો છે.
તો બીજી તરફ ગાંધીનગર મનપાની ચૂંટણીમાં પ્રસારમાં કોંગ્રેસે બાઇક રેલી યોજી હતી. વોર્ડ નંબર 6 ઉમેદવારોએ વિશાળ બાઇક રેલી યોજી હતી. પ્રચાર અને પ્રસારના અંતિમ દિવસે કોંગ્રેસ પર પોતાની રીતે તડામાર તૈયારીઓ શરૂ કરી છે.
જો કે કોંગ્રેસની રેલીમાં સિનિયર નેતાઓની ગેરહાજરી જોવા મળી હતી. ઉમેદવાર પોતાના દમ પર પ્રચાર અને પ્રસાર કરી રહ્યા હતા.
જેના કારણે મોકૂફ રાખવામાં આવેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને આગામી 3 ઓક્ટોબર યોજાવાની છે. તો પાંચ ઓક્ટોબરના દિવસે તેનું પરિણામ જાહેર કરવામાં આવશે.
ગાંધીનગર મનપાની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. ગાંધીનગર મનપાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે મતદારોને રીઝવવા દિગ્ગજ નેતાઓ પ્રચારમાં ઉતર્યા છે. ભાજપ અને કોંગ્રેસ સત્તા મેળવવા પોતાની એડી ચોટીનું જોર લગાવી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!