ઉમિયાધામ ના ટ્રસ્ટી આર.પી.પટેલે મુખ્યમંત્રી ને લઈને આપ્યું ચોકાવનારું નિવેદન, કહ્યું કે..

ગુજરાતના સીએમ પદે ફરી એક વખત પાટીદાર નેતાની પસંદગી થઇ છે. ત્યારે વિશ્વ ઉમિયા ધામ ના પ્રમુખ આર.પી.પટેલ મહત્વનું નિવેદન આપ્યું છે. વિશ્વ ઉમિયાધામ પ્રમુખના આર.પી.પટેલ નિવેદન આપતા જણાવ્યું છે કે, પાટીદાર સમાજથી CM નથી બનાવતો, સીએમ ભારતીય જનતા પાર્ટીને નક્કી કરે છે.

પાટીદાર ની નિમણૂક કરી એ વાતનો આનંદ છે. પાટીદારોએ હંમેશા પટેલ મુખ્યમંત્રી ને હટાવવા હોવાનો ઇતિહાસ છે. ત્યારે સમાજને વિનંતી છે કે, આ વખતે પાટીદાર સાથે રહીને સમાજના કામ કરીએ.

ઉલ્લેખનીય છે કે, રવિવારે રોજ બપોરે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા CM તરીકે જાહેર થયા ત્યારે પાટીદારોમાં એક તરફ આનંદ પણ છે. અને બીજી બાજુ તેમને કદાચ એ વાતનો અફસોસ પણ રહી ગયો

હશે, કે શા માટે નીતિન પટેલનું ના મુખ્યમંત્રી તરીકે લેવામા ના આવ્યું. કારણ કે, એ જ દિવસે ગુજરાતમાં નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠી રહી હતી.

સાયન્સ સિટીમાં નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા. લોકો બેનર લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી રહ્યા હતા.

પરંતુ અંતિમ નીતિન પટેલને બદલે ભૂપેન્દ્ર પટેલે સીએમ બનાવવાની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારે પાટીદારોએ હંમેશા પટેલ મુખ્યમંત્રીને હટાવ્યા હોવાના નિવેદન સાથે આ વખતે વિશ્વ ઉમિયાધામ પ્રમુખના આર.સી પટેલે પાટીદારોને એવી પણ ભલામણ કરી હતી.

કે, મારી વિનંતી છે કે આ વખતે પાટીદાર સાથે રહીને જ સમાજના કામ કરીએ. ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલ જ્યારે ગુજરાતના સીએમ તરીકે સત્તા પર હતા. તે સમય દરમ્યાન પણ પાટીદાર આંદોલન જો તેઓના પરથી હટાવવા માટેનું જવાબદાર પરિબળ હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *