બે પાટીદાર નેતા આવ્યા આમને સામને, પરેશ ધાનાણી ના નિવેદન પર નીતિન પટેલે આપ્યો વળતો પ્રહાર
ગુજરાતમાંથી વિધાનસભાનું બે દિવસનું સત્ર શરૂ થઈ ગયું છે. ત્યારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો સામે સામે આવ્યા છે. આજે ધારાસભામાં અદાણી પોર્ટ પર પકડાયેલા હેરોઇન નો મુદ્દો ઉઠ્યો હતો એક તરફ સરકાર દાવા કરી રહી છે કે મોટું ઓપરેશન છે. અને પોલીસની કાર્યવાહી કરવી જોઇએ.
ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવી રહી છે. આજે ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય વિરજી ઠુમ્મરે સરકાર સામે બાંયો ચડાવતાં કહ્યું હતું કે, બ્રિજેશભાઈ અદાણી પોર્ટ પર જથ્થો પકડાયો છે.
જેના પર રાજ્યના ગૃહ મંત્રી સંઘવીએ તરત જવાબ આપતા કહ્યું હતું કે, વિરજીભાઇ ગુજરાત સુરક્ષિત હાથમાં છે. અને એટીએસે મોટું ઓપરેશન હાથ ધરી ને જથ્થો પકડયો છે.
આ ઓપરેશનમાં પોલીસે 72 કલાક પોતાના જીવ જોખમમાં નાખ્યા હતા, અને વિરજીભાઇ ના નિવેદનથી પોલીસનું મોરલ ડાઉન થાય છે.
આ મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ કહ્યું હતું કે, ઇતિહાસમાં પહેલીવાર 21,000 કરોડ પકડાયું અને સરકારની મીઠી નજર હેઠળ ડ્રગ્સ ગુજરાતમાં આવ્યું.
પરેશ ધાનાણીએ આવું કહેતા જ રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પિત્તો ગુમાવ્યો. અને તેમના આ નિવેદન પર પોઈન્ટ ઓફ ઓર્ડર નો મામલો ઉઠાવ્યો હતો નીતિન પટેલે ગૃહમાં કહ્યું કે પરેશ ધાનાણી માફી માગવી જોઈએ.
ભાજપ સરકાર ડ્રગ્સ ને લઈને કોઈ જ મીઠી નજર રાખતી નથી આવા નિવેદન પર ધાનાણી માફી માંગે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!