ભાવનગરમાં કોંગ્રેસના મહિલા સભ્ય વચ્ચે છૂટા હાથની મારામારી સર્જાતાં સમગ્ર મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે, અને ચર્ચાએ વેગ પકડ્યો છે. દબાણ હટાવવાની કામગીરી મુદ્દે કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી છે. બાદ મીડિયાના નિવેદન દ્વારા મહિલા સભ્યો વચ્ચે બોલાચાલી થતા બંને વચ્ચે મામલો ઉગ્ર બન્યો હતો.
કોંગ્રેસની પૂર્વ મહિલા કોંગ્રેસ પ્રમુખ અને વર્તમાન કોંગ્રેસ મહિલા કોઈ વાતે માઠું લાગી જતા બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી. મામલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બન્ને નેતાઓ વચ્ચે બબાલ ઉગ્ર બનતા છૂટાહાથ બથોબથ આવ્યા હતા.
બન્ને નેતાઓ વચ્ચે બબાલ ઉગ્ર બનતા એકબીજા સાથે બાખડી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. કોંગ્રેસને શરમાવું પડે તેવી પરિસ્થિતિ સામે આવી હતી, અને આ સમાચાર વાયુવેગે ની જેમ શહેરમાં ફેલાઈ રહ્યા છે.
મહત્વનું છે કે, રોડ પર જ શહેર કોંગ્રેસના પૂર્વ અને વર્તમાન મહિલા પ્રમુખ હતા છૂટાહાથની ધક્કામુકી સર્જાતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. પરંતુ સમગ્ર મામલે કોંગ્રેસ તરફથી કોઇ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું ચર્ચા જોર પકડ્યું છે.
દબાણકારોને નહીં હટાવવા કોંગ્રેસ દ્વારા રેલી કાઢી કોર્પોરેશનની આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે બાદ ત્યારે મીડિયા સમક્ષ નિવેદન આપવા મુદ્દે બંને મહિલા નેતાઓ વચ્ચે બોલાચાલી થઇ હતી, ત્યારબાદ તેઓ એકબીજા સાથે છૂટા હાથે બબાલ કરી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!