ઉદ્ધવ ઠાકરે નું નિવેદન / મોદી સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, રાજીવ ગાંધીના અપમાન વિના પણ..
શિવસેનાએ જણાવ્યું કે, રાજીવ ગાંધીના બલિદાન નું અપમાન કર્યા વગર પણ મેજર ધ્યાનચંદ નું સન્માન કરી શકાતું હતું. તેમણે કહ્યું કે, હિન્દુસ્તાન એ પરંપરા અને સંસ્કૃતિ ગુમાવી દીધી છે. આજે ધ્યાનચંદ જીવતા હોત તો તેમને પણ આ જ લાગ્યું હોત. મુખપત્ર સામનામાં શિવસેનાએ કહ્યું કે, મેજર ધ્યાનચંદને નામે તો એવોર્ડ અપાય રહ્યો છે.
અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના અપમાન કર્યા વગર પણ તેમનું સન્માન થઈ શકે તેમ હતું. કેન્દ્ર સરકાર રાજકીય રમત રમી રહ્યા છે. આ રાજકીય રમતને કારણે ઘણા લોકોને દુઃખ પહોંચ્યું છે. સરકારે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ નું નામ બદલી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ કર્યું હતું.
મોદી સરકારના આ નિર્ણયને શિવસેનાએ આકરી ટીકા કરી હતી.શિવસેનાએ કહ્યું કે, ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ જીતવા બદલ ભારત ઉજવણી કરી રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે રાજકીય રમત રમી અને આ રાજકીય રમતને કારણે ઘણા લોકોને દુઃખ પહોંચ્યું છે.
શિવસેનાએ કહ્યું કે, પૂર્વ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધી નું બલિદાન હાંસીપાત્ર ન બની શકે. તેમણે દેશની પ્રગતિમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. રાજીવ ગાંધી ઈન્દિરા ગાંધીએ દેશકાજે બલિદાન આપ્યું છે, અને તેમના બલિદાનને આવી રીતે હાંસીપાત્ર ન બનાવી શકાય.
રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ નું નામ બદલીને મેજર ધ્યાનચંદને નામ કરવું એક રાજકીય રમત છે.
શિવસેનાએ ગુજરાતમાં સરદાર પટેલ સ્ટેડિયમ નું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર રાખવા બદલ કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી સરકાર પર કટાક્ષ કર્યો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!