સમાચાર

AAP / મહેશ સવાણી ની અધ્યક્ષતામાં ભાજપના આ દિગ્ગજ નેતા સહિત 200 કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા.

વિધાનસભાની ચૂંટણીઓને હજુ ઘણો સમય બાકી છે. તે અગાઉ જ રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે, અને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સાથે રાજકીય તડજોડ અને પક્ષ પલટાની પણ ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. રાજકીય એકબીજા કાર્યકરો પોતાના પક્ષમાં સામેલ કરવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે સુરતમાં 16 વર્ષથી ભાજપમાં સક્રિય કાર્યકર્તા રહેલા ભીખાભાઈ લખાણી એ આપનો ખેસ પહેર્યો છે.

પૂર્વ વોર્ડ નંબર 3 ના કિસાન મોરચાના પ્રમુખ અને કિંજલ બાધાણી ના નામે ઓળખાતા વેપારી ભીખાભાઈ લખાણી 200 કાર્યકર્તા સાથે આપમાં જોડાયા છે. નાના વરાછા શ્યામધામ સોસાયટી ની વાડી આપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટીમાં ઢોલ-નગારા સાથે આવકાર આપવા માટે આમ આદમી પાર્ટી ગુજરાતના નેતા મહેશ સવાણી તેમજ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ ભાઈ સોરઠીયા હાજર રહ્યા હતા. ભીખાભાઈ લખાણી તેમના 200 કરતાં વધુ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

જ્યારે આનંદીબેન પટેલ સુરત આવતા ત્યારે તેમની શોપ ની મુલાકાત લેતા એવા ભાજપના ઘનિષ્ઠ કાર્યકર્તા વેપારી તેમના સમર્થકો સાથે વિવિધ રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આપના નેતા મહેશ સવાણીએ કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફ લોકો આવી રહ્યા છે,તેનું વજન વધી રહ્યું છે.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જેવા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીની દિવસેને દિવસે લોકપ્રિયતા ફેલાઈ રહી છે. પ્રામાણિકતાથી માત્ર પ્રજાની સેવા નો લક્ષ્ય રાખી આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે, તેને કારણે ગુજરાતમાં સત્તા પરિવર્તન તરફ જઈ રહી છે.

જે રીતે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે લોકોનો વિશ્વાસ જીત્યો છે, અને સારા કામો કર્યા છે, તેવી જ રીતે ગુજરાતમાં પણ હવે તે સારા કામ કરશે. ભીખાભાઈ લખાણી અને તેના સમર્થકોને આમ આદમી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું અને તેઓ જોડાયા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *