કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ પહોંચ્યા અમદાવાદ, રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ..
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ પહોંચ્યા તેવા પરિવારના સામાજિક પ્રસંગમાં હાજરી આપવા અમદાવાદ આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ તેમનું સ્વાગત કર્યું છે.કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ એરપોર્ટ થી સીધા ઘેર જવા રવાના થયા હતા.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ 28 ઓગસ્ટથી 3 દિવસ સુધી ગુજરાતની મુલાકાતે હતા. દરમિયાન તેમને પોતાનાં સંસદીય વિસ્તાર ગાંધીનગરના વિકાસના કાર્યોની સમીક્ષા કરી હતી.
તેમજ અમદાવાદ જિલ્લામાં સપ્ટેમ્બર માસના અંત સુધીમાં મહામારી ના પ્રથમ તો સમગ્ર જિલ્લાના લોકોને લાગી જાય તેવું આયોજન કરવા માટે પણ વહીવટી તંત્રને નિર્દેશ કરવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેરના તળાવના બ્યુટીફીકેશન માટે પણ અનેક સૂચનો કર્યા હતા. તેમજ તળાવમાં ઠલવાતા ગટર પાણી ને બંધ કરીને તેના સ્થાને નર્મદા નીર થી તેને ભરવા માટે સૂચન કર્યા હતા.
આ ઉપરાંત તેમને અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નિધરાડ ખાતે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સગર્ભા મહિલાઓ માટે પૌષ્ટિક લાડુ વિતરણ યોજના શુભારંભ કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના સાણંદ બાવળા અને દસકોઈ તાલુકા ની સગર્ભા બહેનોને પૌષ્ટિક લાડુ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!