કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે / પાટીદાર અનામત મામલે સૂર બદલાયા, કહ્યું કે…

કેન્દ્રીય સામાજીક અને ન્યાય બાબતોના મંત્રી રામદાસ આઠવલે આજે અમદાવાદના મહેમાન બન્યા હતા. ત્યારે આજે અમદાવાદ સરકીટ હાઉસ ખાતે તેમની રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા ની બેઠકમાં હાજરી આપી હતી, અને ત્યારબાદ તેમને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પાટીદાર અનામતના મુદ્દે છંછેડતા રાજ્યના રાજકારણમાં ફરી ગરમી જોવા મળી હતી.આ સિવાય તેમણે દેશની જાતિ વ્યવસ્થા ગુજરાતના વિકાસ અને ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી અને નાયબ મુખ્યમંત્રી ના હિન્દુ વસ્તી ના નિવેદન પર ચર્ચા કરી હતી.

મંત્રી આઠવલે સમગ્ર દેશની જાતિ વ્યવસ્થા વિશે વાત કરતા કહ્યું હતું કે, અમે બધાને ન્યાય મળે તે પ્રકારની કામગીરી કરી રહ્યા છીએ. સમગ્ર દેશમાં એક લાખ ઇન્ટર કાસ્ટ મેરેજ થઈ રહ્યા છે.

કેટલાક લોકોને દલિત સારા કપડા પહેરે કે ઘોડા પર બેસે તે સારું નથી લાગતું હાલમાં દેશની ગટર વ્યવસ્થા પર કામ કરતા કર્મીઓ 60 હજારથી વધુ છે, તેમને આ પ્રકારે કામ ન કરવું પડે તે માટેની યોજના શરૂ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, મોદી સરકારમાં સો ટકા નાણાં લાભાર્થીઓ અને પહોંચાડવાનું સ્વપ્ન છે. ખાનગીકરણ ની શરૂઆત કોંગ્રેસે કરી હતી. પરંતુ હવે કોંગ્રેસ તે મામલે રાજનીતિ કરે છે.

દેશમાં રસીકરણ નું કામ ખૂબ સારું થઈ રહ્યું છે. હું પણ મોદી સરકારનો આભાર માનું છું. જનધન, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના લાભ તમામ વર્ગોને મળ્યો છે. બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાત સારો વિકાસ થયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *