કર્ણાટકથી નિવૃત્ત થયેલા વજુભાઈ વાળાએ, જાણો શા માટે તૈયારીઓ શરૂ કરી.
ગુજરાતના નાણામંત્રી અને તાજેતરમાં જ કર્ણાટકના રાજ્યપાલ તરીકેનો સમય પૂર્ણ થતા વજુભાઈ વાળા પરત રાજકોટ આવી ગયા છે. નરેન્દ્ર મોદી સૌપ્રથમવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના માટે રાજકોટની પોતાની સલામત બેઠક ને ખાલી કરી દીધી હતી.
તેઓનું સૌરાષ્ટ્રના રાજકારણ પર જબરજસ્ત વર્ચસ્વ છે. તેઓ સૌરાષ્ટ્રમાં રાજકારણ કરતા હતા.પોતાની આગાવી વાકછટા અને સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતા બનેલા વજુબાપાએ ફરીથી ગુજરાતના રાજકારણમાં સિક્કો જમાવવા માટે ધમપછાડા શરૂ કર્યા છે.
જેના ભાગરૂપે કરડીયા રાજપૂત સમાજના ભવાની માતાજીના મંદીરનું નિર્માણ કરવાની જવાબદારી તેઓએ સ્વીકારી લીધી છે. લીમડી નજીક 35 એકર જમીનમાં આ ભવ્ય મંદિર બનાવવામાં આવશે.
રાજકારણમાં જુના અને માહિર ખેલાડી ગણાતા વધુ બાપાએ જાહેરમાં કહ્યું છે કે, હું માર્ગદર્શન બનવાનું નથી, પરંતુ જરૂર પડશે તો હું માર્ગ ખુલ્લો કરી દઈશ. જેના માટે તેઓએ હાઇકમાન્ડ પર પ્રેશર ટેકિટકસ શરૂ કરી હોવાનું ચર્ચા છે.
ગુજરાત સરકારને ડિસ્ટર્બ થતી અટકાવવા માટે પણ બાપાને સાચવવામાં જ શાણપણ રહેશે એવું ભાજપના ટોચના નેતાઓ માને છે.
જ્યારે કેટલાક મંત્રીઓ અને નેતાઓ માને છે કે આ બધી અફવા છે. વજુભાઈ વાળા નું સક્રિય રાજકારણમાં હવે પૂરું થઈ ગયું છે. તેમનું હવે દિલ્હીના દરબારમાં પણ કશું જ કામ નથી. તેઓને હવે પછી ભાજપમાં ક્યારેય કોઈ હોદ્દા અપાશે નહીં.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!