ભાજપના દિગ્ગજ નેતાએ રાજકારણ છોડવાની કરી જાહેરાત, જાણો સોશિયલ મીડિયા પર શું કરી પોસ્ટ !
પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પાર્ટીના નેતા બાબુલ સુપ્રિયો એ રાજકારણ છોડવાની જાહેરાત કરી છે. પોતાના ફેસબુક પોસ્ટ ના માધ્યમથી તેણે આ જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે રાજકારણમાં આવ્યા વગર પણ સામાજિક કાર્ય થઈ શકે છે.
પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું કે હું કોઈપણ પાર્ટીમાં નથી જઈ રહ્યો. તેમણે કહ્યું કે ટી એમ સી કોંગ્રેસ અથવા સીપીએમ કોઈપણ પક્ષ તેમને સાથે નથી બોલાવ્યા.
લોકસભા બેઠક પરથી ભાજપ સાંસદ પોતાના ફેસબુક પોસ્ટમાં કહ્યું.અલવિદા હું કોઈપણ રાજકીય પક્ષમાં નથી જઇ રહ્યો. ટીએમસી, સીપીએમ કે પછી કોંગ્રેસ મને કોઈએ નથી મળ્યો. હું સામાજિક કાર્ય કરવા માટે જઈ રહ્યો છું. અને સામાજિક કાર્ય કરવા માટે રાજકારણમાં રહેવાની જરૂર નથી. હું સમાજ હિતના કાર્ય કરવા માગું છું.
અને તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હું કોઈપણ પાર્ટીમાં જોડાવાનો નથી. હું સામાજિક કાર્ય કરવા માટે રાજકારણ છોડ્યું છે. તેઓએ સોશિયલ મીડિયાના ફેસબુક નીપોસ્ટ દ્વારા જણાવ્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!