ભાજપમાંથી દિગ્ગજ નેતાની 10 વર્ષ બાદ થઈ કોંગ્રેસમાં ઘરવાપસી
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આજથી શરૂ થયું છે. આ દરમ્યાન પાટનગરમાં બધા જ પક્ષના કાર્યકર્તાઓની આવન-જાવન વધી છે. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસે મોટો ખેલ પાડી ને ભાજપમાં ગયેલા તેમના સાથી ને પરત પક્ષમાં લીધા છે. રાજ્યમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા નેતાઓના પક્ષ ની મોસમ શરૂ થઈ ગઈ છે.
દસ વર્ષ પહેલા ભાજપમાં જોડાયેલા લીલીયા તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ નીતિન ત્રિવેદીની પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ ઘરવાપસી કરાવી છે.
ગાંધીનગર ખાતે પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને અન્ય નેતાઓની હાજરીમાં નિતીન ત્રિવેદી એ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.
આવનાર સમયમાં લીલીયા તાલુકામાં કોંગ્રેસને મજબુત કરવા માટે પ્રતિજ્ઞા લીધી છે. જો કે આગામી સમયમાં પણ આ નેતાઓ ચૂંટણી પહેલાં પક્ષ પલટો કરતાજ રેવાના છે.
ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર થઈ જતા રાજકીય ઊથલપાથલ શરૂ થઈ ગઈ છે.
વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટી પોતપોતાની રીતે પ્રચાર અને પ્રસાર કરી રહી છે. અને પોતાના સંગઠનને મજબૂત બનાવવા માટેના પ્રયાસો કરી રહી છે, ત્યારે સતત પક્ષ પલટાનો દોર શરૂ થઇ ગયો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!