ચૂંટણીના માત્ર 15 મહિના પહેલાં જ જેમણે મુખ્ય મંત્રીનું પદ છોડવું પડયું છે. તેવા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આશ્ચર્યજનક હશે. તેમણે કેટલીક બેઠકો આવશે એ અંગે કહેવાનું ટાળ્યું હતું.
તેમની સંવેદનશીલતા અંગે ઉઠેલા સવાલો અને તેમની દીકરીએ તે અંગે લખેલા પત્રના અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિએ સંવેદનશીલ હોવું જરૂરી છે.
જો કોઈના દુઃખમાં તમે સંવેદનશીલ નથી, તો તમે માણસ જ નથી. રૂપાણીએ ગુજરાતના પ્રજા અને મંત્રીમંડળના સાથીઓ અને પોતાના પરિવારનો આભાર માન્યો હતો.
તેઓ હવે શું કરશે તે અંગે વાત કરતાં કહ્યું કે, તેમની સંગઠનમાં કામ કરવાની ઈચ્છા છે એટલે હવે પાર્ટી જે કામ શું છે તે કરવા તૈયાર છે.
શુ ભૂપેન્દ્ર પટેલ સફળ જશે ?
આ સવાલ પૂછતા વિજય રૂપાણીએ જવાબ આપતા કહ્યું હતું કે, આ વિક્રમાદિત્ય નું સિંહાસન છે, મોદીએ તપાવેલું સિંહાસન છે. જો સિસ્ટમ મુજબ કામ કરશે તો ચોક્કસ સફળ થશે.
ઉલ્લેખનીય છે કે, હાલ નવા નિમાયેલા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ની કેબિનેટમાંથી તમામ જુના મંત્રીઓને પડતાં મૂકીને નવા મંત્રીઓને લાવવાની વાત ચાલી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!