સમાચાર

વિશ્વ ઉમિયાધામ પ્રમુખ આર.પી.પટેલે આપ્યું નિવેદન કહ્યું કે, પાટીદારોએ…

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની નિમણૂક થઈ છે. ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે, ત્યારે પાટીદારોની નારાજગી ને દુર કરવા માટે ભાજપના પાટીદાર સમાજના સીએમ પસંદ કર્યા હોય તેવું પણ ચર્ચાએ જોર પકડયું છે. ઉપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનતા ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલને મહત્વનું નિવેદન આપ્યું છે.

તેમને જણાવ્યું છે કે, પાટીદાર સમાજના સીએમ નથી બનતો સીએમ ભારતીય જનતા પાર્ટી નક્કી કરે છે. પાટીદાર ની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરવામાં આવી છે તે આનંદની વાત છે.

સાથે તેને એમ પણ જણાવ્યું કે, પાટીદારોએ હંમેશા મુખ્યમંત્રી ને પટાવવા નો ઇતિહાસ પણ રહ્યો છે. ત્યારે સમાજને વિનંતી છે કે આ વખતે પાટીદાર મુખ્યમંત્રી સાથે રહીને સમાજના હિતના કાર્ય કરે

.ત્યારે પાટીદારોએ હંમેશા પટેલ મુખ્યમંત્રીને હટાવ્યા હોવાના નિવેદન સાથે આ વખતે વિશ્વ ઉમિયાધામ પ્રમુખના આર.સી પટેલે પાટીદારોને એવી પણ ભલામણ કરી હતી. કે, મારી વિનંતી છે કે આ વખતે પાટીદાર સાથે રહીને જ સમાજના કામ કરીએ.

ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલ જ્યારે ગુજરાતના સીએમ તરીકે સત્તા પર હતા. તે સમય દરમ્યાન પણ પાટીદાર આંદોલન જો તેઓના પરથી હટાવવા માટેનું જવાબદાર પરિબળ હતું.ઊંઝા ઉમિયા ના કારોબારી સભ્ય વાસુદેવ પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર મુખ્યમંત્રીથી આનંદ થયો છે.

તમામ સમાજની સાથે લઇને પાટીદારો ચાલે છે. પહેલી વખત કડવા પાટીદાર મુખ્યમંત્રી બન્યા છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન પાટીદાર સમાજને અન્યાય સહન કરી શકતો નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *