ભાજપના મંત્રીએ કહ્યું કે, પોલીસ દંડ કરશે તો અમે વિરોધ કરીશું, લોકોએ કહ્યું કે, ચૂંટણી આવી લાગે છે.

મહામારીમાં લોકો આર્થિક રીતે સપડાઇ ગયા છે, તેમાં પણ ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગના લોકોની હાલત અને પરિસ્થિતિ ખૂબ ખરાબ બની છે. તેમાં ગુજરાતના અનેક શહેરમાં ટ્રાફિક નિયમો ના નામે પહેલેથી જ આર્થિક ખેંચ ભોગવી રહેલા લોકો પાસે દંડ ઉઘરાવી રહી છે.

ત્યારે મંત્રી કુમાર કાનાણી એ શહેર ટ્રાફિક ડીસીપી પ્રશાંત ને પત્ર લખ્યો છે કે માસ્ક સિવાયના અન્ય દંડ માંથી નાગરિકોને મુક્તિ આપવા રજૂઆત કરી છે, ત્યાર બાદ ટ્રાફિક ડીસીપી ને લખેલો પત્ર કુમાર કાનાણીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો.

જ્યાં તેમને troll થવાનો વારો આવ્યો હતો. મહત્વનું છે કે, તેમના વિસ્તારમાં એમરોડરી વર્ક ના પોટલા ટુ-વ્હીલર લઈને જતા શ્રમિકો પાસેથી પોલીસ દંડની વસૂલાત કરી રહી છે.

જે વાત કુમાર કાનાણીને ત્યાં આવતા તેમના આ અંગે શહેર ટ્રાફિક ડીસીપી ને જણાવ્યું હતું કે, શહેરમાં અમુક લોકોને ખાવાના ફાફા હોય ત્યારે આવા દંડ લેવા યોગ્ય નથી.

દંડ માત્ર માસ્કનો જ લેવો જોઈએ. જો હવે ટ્રાફિક પોલીસની દંડ ઉઘરાવશે તો વિરોધની ચીમકી મંત્રી દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. વરાછા વિસ્તારમાં અેમરોડરી અને સાડીઓ ઉપર લગાડવાનું કામ ખૂબ મોટા પાયા પર ચાલી રહ્યું છે.

જે ઘરે-ઘરે સાડીઓ આપવા માટે બાઈક સહિત નાના નાના વાહનો પર પોટલા લઈને લોકો અવરજવર કરતા હોય છે, જેમાં પોલીસ ટ્રાફિક નિયમના ઉલ્લંઘનની પછી ફાડીને મોટા દંડ વસૂલે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *