હાર્દિક પટેલનું નિવેદન / OBC બિલ આવકારતા કહ્યું કે, બધા પાટીદાર પૈસાદાર નથી, પાટીદાર સમાજનો OBCમાં..
હાર્દિક પટેલે જણાવ્યું કે, આર્થિક અને સામાજિક ધોરણે સર્વે કરી અનામતનો લાભ કયા સમાજને જરૂર છે તે મુજબ આપવો જોઈએ. હાર્દિક પટેલે ત્રણ દિવસથી સામાજિક અગ્રણીઓ અને વિવિધ સંગઠનોના નેતાઓ સાથે બેઠક કરી. બેઠકમાં આગામી લડત કેવી રીતે શરૂ કરવી તે મુદ્દે ચર્ચા વિચારણા થઇ.
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ત્રણ દિવસથી સુરતની મુલાકાતે આવ્યા હતા. આજે ત્રીજા દિવસે તેમની મીડિયા સામે ઓબીસી સંશોધન બિલ ને લઇ વાત કરતાં જણાવ્યું કે, બિલ ને હું આવકારું છું.
અનામતની 50 ટકાની મર્યાદા વધારવી જોઈએ, અને પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવિષ્ટ માટે બે વર્ષથી અરજી કરી રહી છે. તેનો ઉકેલ લાવવો જોઈએ.હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે, ઓબીસી અનામત બિલ નો સ્વીકાર કરું છું, પરંતુ સરકાર ને મારી વિનંતી છે, કે દરેક સમાજના આર્થિક અને સામાજિક ધોરણે સર્વે કરવામાં આવે.
જેથી કરીને ખરેખર અનામત નો લાભ કયા સમાજ ને કેટલી જરૂરિયાત છે તે મુજબ આપવો જોઈએ. જેથી દરેક સમાજના લોકોને લાભ મળી શકે ઓબીસી સંશોધન બિલ ની અંદર આ અગાઉ પણ આ રીતે રાજ્ય સરકારને ઓબીસી માં જે જ્ઞાતિ ને સમાવિ હોય તે જ્ઞાતિ સમાવવા માટે સત્તા હતી, પરંતુ તે કેન્દ્ર સરકાર દ્વારા લઇ લેવામાં આવી હતી.
ફરી એક વખત આપવામાં આવી છે. જેથી સરકારે અનામત માટે જે 50 ટકા ની મર્યાદાઓ રાખી છે. તે મર્યાદા ને હવે વધારવાની જરૂરિયાત જણાઈ રહી છે, આ બાબતે ઘણી વખત રજુઆત કરી ચુકયા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!