ગુજરાતમાં AAPની એન્ટ્રી અને કેજરીવાલ મુદ્દે સી.આર.પાટીલે શું કહ્યું, ભાજપને લાગ્યો AAPનો ડર ?

ગાંધીનગર ખાતે કમલમ યોજાયેલી ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થઈ હતી. બેઠકમાં ભાજપ પ્રદેશ કારોબારીમાં ઠરાવ પસાર કરાયા છે, તો સાથે મહામારી કામગીરી અંગે ડોક્ટર મેડિકલ સ્ટાફ સહિત તમામ સહાય કોને અભિનંદન પસાર કરાયો હતો.આ સાથે સી.આર. પાટીલે પત્રકારો સાથે વાતચીત પણ કરી હતી. તેમને જણાવ્યું હતું કે, મહામારી ના કારણે મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી.

સાથે જ કહ્યું હતું કે ત્રીજી લહેરને લઈને પણ સમગ્ર તૈયારીઓ અંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બેઠકમાં રજૂ કરી હતી. આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ બેઠકો પર ચૂંટણી લડવા અંગે જવાબ આપ્યો કે, ગુજરાતમાં ભાજપ પાસે 1 કરોડ 14 લાખ નોંધાયેલા સભ્યો છે.

58 લાખ જેટલા સભ્યો કમિટીના સભ્યો છે આમ છતાં અમે આમ આદમી પાર્ટીની કામગીરી જોઈ રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીની કારોબારીની બેઠક યોજાઇ હતી. જોકે દર વર્ષે કારોબારી ખુબ લાંબા સમય બાદ એટલે કે, મહામારીને કારણે બે વર્ષ બાદ મળી હતી.

ત્યારે આજે યોજાયેલી કારોબારીમાં કેટલાક ઠરાવો કરવામાં આવ્યા હતા. અને યોજાયેલી કારોબારીની બેઠકમાં ભાજપના પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલે અધ્યક્ષતામાં પ્રથમ કારોબારી બેઠક મળી હતી.

ભાજપને ખૂબ લાંબા ગાળા એટલે કે દર વર્ષે યોજાનારી કારોબારી બે વર્ષ બાદ મળી હતી. બેઠકમાં મંત્રીમંડળ અને ભાજપના સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં કારોબારી બેઠકમાં સભ્યો હાજર રહ્યા હતા.

રાજ્યમાં હાલ વિધાનસભાની ચૂંટણીને લઇ ને જોર જોરથી કામગીરી શરૂ થઈ છે. ત્યારે આવા સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ મહત્વનું નિવેદન આપ્યું છે, જેના કારણે તે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

અમરેલીમાં તેમણે 60 થી ઉપરના કાર્યકરને ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવે તે મોટું નિવેદન આપ્યું છે. વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટોની વહેંચણી થાય તે પહેલાં સી.આર.પાટીલ એ કહી દીધું કે 60 વર્ષથી વધુ વયના કાર્યકરોને પણ ચૂંટણીની લડવા માટે ટિકિટ આપવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *