જેનો ડર હતો તે જ થયું ! ભાજપના આ દિગ્ગજ નેતા થયા નારાજ, ભાજપની ચિંતામાં વધારો
વિજય રૂપાણી એકાએક રાજીનામું ધરી દેતા ગુજરાતના રાજકારણમાં હલચલ થયું છે. ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 17 માં મુખ્યમંત્રી બન્યા છે. તો તેમના મંત્રીમંડળમાં પણ ભાજપે નો રિપીટ થિયરી દાખલ કરી દિગ્ગજ કહી શકાય તેવા રાજ્યના તમામ નેતાઓનું મંત્રીમંડળમાંથી પત્તું કાપી ને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મંત્રીમંડળમાં સમાવેશ ન થતા ઉમરેઠ ભાજપના એમ.એલ.એ ગોવિંદ પરમાર નારાજ થયા છે. ગોવિંદ પરમારે જણાવ્યું કે, તેઓ ભાજપના આગામી કોઇપણ કાર્યક્રમમાં ભાગ નહીં લે આ સાથે તેમને સરકારી કાર્યક્રમોમાં કે પછી મુખ્યમંત્રીના કોઇપણ કાર્યક્રમમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી છે.
એક તરફ નવા મંત્રીમંડળની લઈને પાર્ટીના દિગ્ગજ માં પણ નારાજગી જોવા મળી રહી છે. અને તેમને મનાવવા માટે હાઇ કમાન્ડ પણ એક્શન માં આવ્યું છે.
ત્યારે ઉમરેઠ ભાજપના ધારાસભ્યો નારાજ થતા ગુજરાતના રાજ કારણ હલચલ થઇ છે. રાજ્યમાં હવે મંત્રીમંડળ અસ્તિત્વમાં આવી ચૂકયો છે. અને દરેક મંત્રીઓ પોતાના ચાર્જ સંભાળી લીધા છે.
પરંતુ મોટાભાગના મંત્રીઓ બિનઅનુભવી છે, તો કેટલાક મંત્રીઓ એકદમ કોરી સ્લેટ જેવા છે. જેમણે સરકારના કોઇપણ પદ નો અનુભવ નથી. ત્યારે આવા મંત્રીઓ વહીવટી જ્ઞાન આપવા માટે વહીવટી અને વૈજ્ઞાનિક ટ્રેનિંગ આપવાનો નિર્દેશ કરાયો છે.
પણ મહત્વનું છે કે નવા મંત્રીમંડળમાં 20 જેટલા મંત્રી પહેલીવાર મંત્રી બન્યા, જ્યારે ચાર થી પાંચ મંત્રીઓએ પહેલી વાર ધારાસભ્ય બન્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!