આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી તાઉ તે નામનું વાવાઝોડું ત્યારે તે વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું. એટલું જ નહીં પરંતુ ઘણા લોકોના ઘરના પતરા અને નળિયા ઉડી ગયા હતા, આવી સ્થિતિમાં લોકો પોતે ઘર વગરના બની ગયા હતા. જ્યારે આવી સંકટની સ્થિતિમાં ઘણા લોકો જરૂરિયાતમાં અને ગરીબ લોકોને મદદ કરતા જોવા મળ્યા હતા.
આવી જ રીતે ગુજરાતના જાણીતા કલાકાર એવા ખજૂર ભાઈ એટલે કે નીતિન જાની પણ લોકોની મદદ માટે આગળ આવ્યા હતા. જ્યારે તે આજે પણ લોકોની સેવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. તે લોકોને મદદરૂપ થઇ રહ્યા છે.
દરેક વ્યક્તિ જાણે છે કે, જ્યારે આ વાવાઝોડું આવ્યું તે પછી થી આજ સુધી તે વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોની મદદ કરી રહ્યા છે. આજે પણ લોકોના ઘરે ઘરે જઈને સેવાનું કામ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ખજૂર ભાઈ અત્યાર સુધી હજારો લોકોને અનેક રીતે મદદ કરી ચૂક્યા છે. સામાન્ય રીતે જોવામાં આવે તો આજે ઘણા લોકો મદદ કરવાને બદલે ખજૂર ભાઈ સામે ટીકા કરતા પણ જોવા મળ્યા છે. પરંતુ આની સામે ખજૂર ભાઈ એ પણ જોરદાર બધાને જવાબ આપ્યો હતો અને ઘણા લોકો ના મોઢા બંધ કરાવી દીધા હતા.
એવું કહેવામાં આવે છે કે, આવી સ્થિતિમાં ખજુરભાઈના સપોર્ટ માટે ઘણા લોકો આજે પણ અડીખમ ઊભા છે. જેમાં ગુજરાતના જાણીતા એવી લોકગાયક કિંજલ દવે પણ તેમના ભાઈને જોરદાર સાથ આપતી જોવા મળી હતી.
ટીકા કરતા લોકોને ધ્યાનમાં રાખીને કિંજલ દવે એવું જણાવી રહી હતી કે, નાના ગામડાઓમાં ચોક્કસ રીતે ઉકરડા જોવા મળતા હોય છે. આટલું જ નહીં પરંતુ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, હજારો સારી બાબતો જે બે ખરાબ બાબતો પણ જોવા મળતી હોય છે.
પરંતુ આ લોકો પણ વધારે ધ્યાન આપવાની કોઇ જરૂર હોતી નથી તે સેવા નહીં પરંતુ સેવા કરી રહેલા લોકોને હંમેશાં રોકવાનું કામ કરતા હોય છે. જ્યારે કોઈ પણ સારું કામ કરવામાં આવે ત્યારે ડીમોટીવેટ કરવાની ઘણા લોકો કોશિશ કરતા હોય છે. આપણે તેવા લોકોથી દૂર રહેવું જોઈએ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!