Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ચોખાના ભાવ પહોંચ્યા ઉચ્ચ સપાટીએ, જંગી ઉછાળા સાથે ભાવ આટલા હજારને પાર, ખેડૂતો થયા ખુશ - GUJJUFAN

ચોખાના ભાવ પહોંચ્યા ઉચ્ચ સપાટીએ, જંગી ઉછાળા સાથે ભાવ આટલા હજારને પાર, ખેડૂતો થયા ખુશ

બનાસકાંઠાના ડીસા એપીએમસીમાં ચોખાના ભાવમાં 1150 થી 1915 રૂપિયાને પાર પહોંચી ગયો છે. આ વખતે ચોખાના ભાવ દાહોદના માર્કેટયાર્ડમાં 1425 થી લઈને 1430 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ગાંધીનગરના માર્કેટ યાર્ડ માં ચોખા નો ભાવ 1817 રૂપિયાથી લઈને 1875 રૂપિયા સુધી પહોંચી ગયો છે. વ્યારાના માર્કેટ યાર્ડ માં ચોખા નો ભાવ 1,657 રૂપિયાથી લઈને 1740 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

સાબરકાંઠાના માર્કેટયાર્ડમાં ચોખાનો ભાવ 1450 થી લઈને 1750 રૂપિયા પહોંચી ગયો છે. જ્યારે પંચમહાલના માર્કેટયાર્ડમાં ચોખાનો ભાવ 1610 રૂપિયાથી લઈને 1650 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન ની વાત કરીએ તો યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકા ચીન અને ભારતમાં થાય છે.  આ વર્ષે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

બધા પાકોના ભાવ રેકોર્ડ સપાટી પર પહોંચી ગયા છે હજુ માર્કેટયાર્ડમાં દલાલો નું કહેવું છે કે, આ વખતે કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનને લઈ સરકાર ટેકાના ભાવે ખરીદી કરી રહી છે.

જેને કારણે આગામી સમયમાં હજી ભાવ ઊચી સપાટીએ પહોંચી જશે. આ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાક અને ઘણા નુકસાન થયા છે.

જેને કારણે આ વખતે બધા પાકોના ભાવ સપાટી પર પહોંચી ગયા છે, અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે મોટા પ્રમાણમાં ખરીદી થઇ રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *