ગુલાબ વાવાઝોડું ગુજરાત પહોંચશે ત્યારે તેના ચક્રવાતમાં થશે પરિવર્તન, આટલા વિસ્તારોમાં કરાયું એલર્ટ
ભારતીય હવામાન ઇતિહાસમાં 26 વર્ષ બાદ પહેલી વખત ગુરુવારે નવી વિક્રમી ઘટના અરબી સમુદ્રમાં આકાર લઇ શકે છે. બંગાળના ઉપસાગરમાં થી ઉદભવેલા ગુલાબ વાવાઝોડા તેલંગાણા આંધ્ર મહારાષ્ટ્ર થી ગુજરાત પહોંચી ગુરુવારે સવારે અરબી સમુદ્રમાં શહેર નામની નવી શક્તિશાળી ચક્રવાતમાં પરિવર્તન થશે.
1975 પછી મે થી ઓકટોબર દરમિયાન પહેલી વખત આવી કુદરતી ઘટના બનશે. ગુરુવારે ગુજરાતમાંથી ડીપ્રેસન સીસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચ્યા પછી ફરી વાવાઝોડામાં પરિવર્તન થશે.
કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દરિયામાં વાવાઝોડું પાકિસ્તાન તરફ ખસીને ઓમાન સુધી પહોંચે તેવી હવામાન વિભાગની આગાહી છે.
વાવાઝોડું નબળું પડીને હાલ દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાત વચ્ચે ડિપ્રેશનના રૂપમાં કેન્દ્રિત થયું છે. જ્યારે વલસાડ થી આણંદ જિલ્લાના પટ્ટામાં ભારેથી અતિભારે વરસાદ છે.
બુધવાર આજ પછી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. આજે સવાર સુધીમાં 198 તાલુકામાં એક થી આઠ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે.
નોંધનીય છે કે, સપ્ટેમ્બર માસમાં મધ્યમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી 270 ગામમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે. જેને પગલે પાંચ અજબના પેકેજ અંગે હાલ વિચારણા ચાલી રહી છે.
જોકે બે દિવસથી ગુલાબ વાવાઝોડાની અસરથી સર્જાયેલી સ્થિતિને પણ ધ્યાને લેવી પડે તેવા સંજોગો ઊભા થયા છે. કેબિનેટ બેઠક પછી ભુપેન્દ્ર પટેલ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે બેઠક યોજી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!