ભાજપમાં જોડાયા બાદ વરૂણ પટેલ ક્યાં ખોવાઈ ગયા, વિધાનસભામાં ટિકિટ મળશે કે ?
૨૦૧૫ માં શરૂ થયેલું પાટીદાર અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર વરૂણ પટેલ ભાજપમાં જોડાયા બાદ કંઈક ખોવાઈ ગયા છે, તેઓ કંઈ જોવા જ મળ્યા નથી. ભાજપમાં જોડાયા બાદ હાસ્યમાં ધકેલાઈ ગયા હોવાનું હાલમાં પ્રતિપાદિત થઈ રહ્યું છે.
વરૂણ પટેલ ની ભાજપમાં સ્થિતિ કફોડી બની હોવાનું તેમના નજીકના સૂત્રો જણાવી રહ્યા છે. વરૂણ પટેલ ભાજપમાં જોડાયા બાદ કોઈ જગ્યાએ દેખાયા જ નથી.
પાટીદાર અનામત આંદોલનમાં મીડિયાના દરેક સવાલના જવાબ તથા મોદી અને ભાજપ સરકાર ઉપરાંત ટીવી ડિબેટ માં કોઈ કસર બાકી રાખી ન હતી. તેમની વાક્છટા ના કારણે પાટીદાર અનામત આંદોલન દરમ્યાન તેઓ આંદોલન પ્રવક્તા બની ગયા હતા.
ત્યારબાદ વરૂણ પટેલ ના હાર્દિક પટેલ સાથે સારા સંબંધો ન રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. બાદમાં હાર્દિક પટેલ અને સાથે વધુ ન આવતા વરૂણ પટેલ અને રેશમાં પટેલે ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લીધો હતો.
દેશમાં પટેલ ટૂંક સમયમાં જ ભાજપને રામ રામ કરી દીધા હતા, અને હાલ એનસીપીમાં છે. જ્યારે વરૂણ પટેલ ભાજપની સાથે વફાદારી નિભાવી રહ્યા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પાટીદાર અનામત આંદોલનના ચહેરાને ભાજપ ટિકિટ આપશે કે કેમ તે એક પ્રશ્ન છે. વરુણ પટેલને ભાજપમાં આગામી ચુંટણીમાં મેદાનમાં ઉતરશે કે કેમ તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!