નવા મંત્રીમંડળની રચના માં નીતિન પટેલ નું સ્થાન હશે કે નહીં,જાણો શું આવ્યા સંકેત..

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નવા મંત્રીમંડળની આજે શપથવિધિ કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે. રાજ ભવન ખાતે મુખ્યમંત્રી શપથ લીધી હતી ત્યાં જ લેવાશે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં ગાંધીનગર પહોંચી જવા માટે તમામ ધારાસભ્યોને સૂચના આપી દેવામાં આવી છે. નવા મંત્રીઓના શપથ પહેલા કમલમ અથવા પાર્ટીના નિવાસસ્થાને બેઠક મળશે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના નિવાસસ્થાનેથી નીકળીને ગાંધીનગર પહોંચી ગયા છે. બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવાસસ્થાન બહાર સન્નાટો જોવા મળી રહ્યો છે.

નવા મંત્રીમંડળની રચના જ નીતિન પટેલની રાજકીય કારકિર્દી નક્કી કરશે. ભાજપના પાટીદાર રાજકારણ નીતિન પટેલનો ભોગ લેશે તેવી ચર્ચાએ જોર પકડયું છે.

જો કેબિનેટ મંત્રી બનાવાય તો નીતિન પટેલને જુનિયર મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હાથ નીચે કામ કરવું પડશે. હાલતો નીતિન પટેલના નિવાસસ્થાનની બહાર સન્નાટો જોવા મળી રહ્યો છે.

જોકે તેઓ 10:30 થી 11:00 ગાંધીનગર જવા રવાના થાય તેવી તૈયારી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ તેમના નિવાસસ્થાને કોઈ ગતિવિધિ નજરે પડી નથી.

એવું પણ જાણવા મળ્યું છે કે નવા 25 મંત્રીમંડળમાં મંત્રીઓ હોઈ શકે છે તેમજ મંત્રીઓની શપથવિધિ પછી આજે ખાતાની ફાળવણી થાય તેવી સંભાવનાઓ પણ છે.

મનીષા વકીલ, આત્મારામ પરમાર, કિરીટસિંહ રાણા, ઋષિકેશ પટેલ, શશીકાંત પંડ્યા, દુષ્યંત પટેલ, જીતુ ચૌધરી, ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી, હર્ષ સંઘવી સૂત્રો અનુસાર આ નવા નામ શપથવિધિ માં જાણવા મળશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *