કુંવરજી બાવળિયા કે ભરતભાઇ બોઘરા કોને મળી ટિકિટ ! ભાજપનું કોકડું ગૂંચવાયું

જસદણ તાલુકાના આટકોટ ખાતે નરેન્દ્ર મોદીની સભા સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં નોંધપાત્ર કહી શકાય. તેવી રીતે લાખોની જનમેદની ઉમટી હતી. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના રાજકોટમાં જસદણ બેઠક નું ટિકિટ અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અને બેઠક માટેની ભરતભાઇ બોઘરા કે કુંવરજી બાવળિયાને મળશે તેને લઈને ચર્ચાએ વેગ પકડ્યો છે.

કુવરજી બાવળીયા હાલમાં ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય તરીકે જસદણ બેઠક ઉપરથી પેટા ચૂંટણીમાં ચૂંટાયેલા છે. અને કોળી સમાજ માં મોટું નામ ધરાવે છે. જ્યારે ડોક્ટર ભરતભાઇ બોઘરા પણ સૌરાષ્ટ્ર પટેલ સમાજના કદાવર નેતા છે.

તેમ જ ગુજરાત પ્રદેશ ભાજપના ઉમેદવાર છે. બીજી બાજુ આટકોટ ખાતે નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સરકારી વહીવટીતંત્ર કે ભાજપ સંગઠન દ્વારા નહીં. પરંતુ ડૉ. ભરત સિંહ પોતાના વ્યક્તિગત તાકાત થી લાખોની જનમેદની એકઠી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સફળ બનાવ્યો છે.

ત્યારે હવે જસદણ બેઠક ટીકીટ કોને મળશે. તેને તરફથી સૌની નજર છે. બીજી બાજુ કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત સૌરાષ્ટ્રમાં અનેક ભાજપના નેતાઓ અંદર ચર્ચા ચાલી રહી છે.

હવે જસદણ બેઠક માટેની ટિકિટ કોને મળશે તે સમય જ બતાવશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અને દિગ્ગજ નેતાઓ પોતાની પાર્ટી સાથે છેડો ફાડી અન્ય પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

ત્યારે જસદણ બેઠક પરથી કોને ટિકિટ મળશે તેને લઈને ચર્ચાએ વેગ પકડ્યો છે. કુંવરજી બાવળિયા અને ભરતભાઇ બોઘરા બંને કદાવર નેતા સૌરાષ્ટ્ર માં મોટું નામ ધરાવે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *