વિજય રૂપાણી બાદ કોણ બનશે નવા મુખ્યમંત્રી, જાણો રૂપાણીએ શું આપ્યો જવાબ !

વિજય રૂપાણી રાજીનામા બાદ કહ્યું કે, ભાજપમાં વિકાસ મુખ્ય શહેરો છે અને છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં વિકાસના કામ કરવામાં જ આવી રહ્યા છે. તેમને કહ્યું હું એક કાર્યકર્તા છું અને સંગઠન મારા માટે સર્વસ્વ છે, અને આગામી મુખ્યમંત્રી કોણ છે તે બધું જ પાર્ટી નક્કી કરશે.

વિજય રૂપાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા બાદ રાજ્યમાં ભાજપ નો ચહેરો કોણ હશે ? તો તેમને જવાબ આપ્યો કે ફેસ તો મોદી જ છે.

અને તેમના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે રૂપાણીએ કહ્યું કે, હું હવે પાર્ટી મને જવાબદારી આપશે તે નિભાવીશ. રૂપાણીએ કહ્યું કે મેં રાજીનામું ખુશીથી આપ્યું છે.

વિજય રૂપાણીએ કહ્યું કે, મને પાંચ વર્ષમાં જે સેવા કરવાનો અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રી મોદી નો આભાર માનું છું. તેમને કહ્યું કે, વિકાસયાત્રા પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં નવા ઉત્સાહ સાથે આગળ વધે તે માટે પોતાના પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.

સંગઠન અને વિચારધારા આધારિત હોવાના કારણે જ પણ કામ પાર્ટી દ્વારા આપવામાં આવશે તેને હું નિભાવીશ. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું આપ્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું.

તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માર્ગદર્શન હેઠળ ઘણું બધું શીખવા મળ્યું છે. તથા ગુજરાતનો વિકાસ પણ થયો છે ભાજપ દ્વારા મારા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો, તે બદલ આભારી છું.

આ સાથે તેમને કહ્યું કે પાંચ વર્ષના ગુજરાતના વિકાસ માં જે યોગદાન આપવાની તક મળી છે તેના બદલ હું આભારી છું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *