સુરતમાં આવાસ લોકાર્પણ કાર્યક્રમ દરમ્યાન સીઆર પાટીલે નિવેદન આપતા આવાસ ધારકોને જાણે ચેતવણી પણ આપી દીધી છે. પાટિલે કહ્યું, ખૂબ જ કિંમતી જમીન પર આવાસ બનાવ્યા છે. આ મકાનને ભાડે ન ચઢાવવા લાભાર્થીઓને અપીલ કરી છે. અને જો આવું કરશો તો, કદાચ સરકાર ફ્લેટ પાછો લઈ લેશે. માટે મકાનની જાળવણી કરજો, સાથે વિકાસના કાર્યો અંગે જણાવ્યું કે, ભાજપ જે કહે છે, તે કરે છે, અને એના કરતાં પણ વધુ કરે છે.
સુરત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે રૂઠ વેલેન્ટાઈન સિનેમા પાસે નિર્માણ પામેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના રૂપિયા 23.81 કરોડના ખર્ચે નિર્મિત એલઆઇજી આવાસ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
તે માળનાં બનેલા 208 બહુમાળી આવાસોનું લોકાર્પણ કરતાં CM રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું સાકાર કરી રહ્યા છે.દરેક શહેરોની અંદર જમીનના ભાવ કરોડોમાં બોલાય છે,
ત્યારે ગરીબોને પોતાના આવાસ માટે નું સપનું પણ દુષ્કર બની રહ્યું છે, તેવા સમયે સરકાર સામાન્ય માણસને પોતાના સપનાનું ઘર મળે તેવા પ્રયાસો કરી રહી છે.
દર વર્ષે સરકાર પાંચ લાખ જેટલા મકાનો બનાવી ને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર ને આપશે. કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહાર કરતાં સીઆર પાટીલે જણાવ્યું કે, કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે માત્ર નારા લગાવવામાં આવ્યા હતા.
ગરીબી હટાવો જેવા માત્ર નારા લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના રાજમાં બનેલા મકાનો ખખડધજ થઈ જતા હતા હવે સરકાર ગરીબ અને મધ્યમ પરિવારના મજબૂત અને સારા મકાનો આપી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!