પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કેમ રડી પડ્યા ! ભાવુક થઈને આપ્યું નિવેદન, જાણો.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અમરેલીના સાંસદ નારાયણ કાછડીયા એ ગંભીર આક્ષેપો કર્યા હતા. જે મુદ્દે જવાબ આપતા નીતિન પટેલ ભાવુક થયા હતા. આંખમાં આંસુ સાથે નીતિન પટેલે કહ્યું હતું કે, નારાયણભાઈ આવ્યો મીડિયામાં શા માટે ઉઠાવ્યા તે હું જાણતો નથી. સાથે કહ્યું નાણામંત્રી તરીકે મારું મોટું યોગદાન.

મહામારી ના સમયમાં આરોગ્ય વિભાગના ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફને અમદાવાદ સિવિલ સહિત તમામે ખુબ સુંદર કામગીરી કરી છે. તેઓ અભિનંદનને પાત્ર છે, અને તેમને વડાપ્રધાન મહામારી ના વોરિયર્સ નું સન્માન આપી રહ્યા છે.

કાછડીયા નીતિન પટેલ પર સૌની યોજના ને લઈને ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારે સૌની યોજના મામલે નીતિન પટેલે જવાબ આપતા કહ્યું હતું કે, સિંચાઈ વિભાગની જવાબદારી ઘણા વર્ષોથી મારી પાસે નથી.

હું તો જ્યારે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી આપવા માટે સૌની યોજના શરૂઆત કરી હતી. તે સમયે હું સિંચાઈ મંત્રી હતો.

અને યોજનાનું ફેઝ નું કામ તે વખતે કરેલું હતું. ત્યાર પછી મારા વિભાગ બદલાયા મારા પછી તો બાબુભાઈ બોખરીયા અને છેલ્લા પાંચ વર્ષથી વિજયભાઈ પાસે સિંચાઇ વિભાગ નો ચાર્જ છે.

તે વખતે તો હું નાણામંત્રી હતું. મેં 6000 કરોડની મંજૂરી આપી હતી ને મારી પાસે જેટલી જવાબદારી હતી તે બધી જવાબદારી મેં પૂરી કરેલી છે.

મારા સિંચાઈ મંત્રી બન્યા પછી મેં અમરેલી ની ખુબ સારી યોજનાને પાર પાડી હતી, તે યોજના મેં પૂર્ણ કરાવી હતી.નારણ કાછડિયા એ કહ્યું કે, ભાજપમાં કાર્યકર્તા જ મહાન છે.

પરંતુ કાર્યકર્તાઓને નજરઅંદાજ કરવા અને સાઇડલાઇન કરવા એ નીતિન પટેલના સ્વભાવ માં છે. હોદ્દો ગયા બાદ હવે તે કાર્યકર્તાઓ ને યાદ કરી રહ્યા છે એટલા માટે તેને સવાલ કરવો પડ્યો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *