ગુજરાતમાં આમ આદમી પાર્ટી શું મુખ્ય ચહેરો બનશે ? પાટીદાર પાવર કોની તરફ ખેંચાશે..
ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે કેટલાક મુદ્દાઓ બિલાડીની ટોપની જે ઉગી નીકળે છે, અને ચૂંટણીઓ પૂરી થઈ જતાં અદ્રશ્ય થઇ જાય છે. ગુજરાતમાં પાટીદાર પાવરની અત્યારે ચર્ચા થઈ રહી છે. પરંતુ રાજ્યમાં પટેલોની જ જ્ઞાતિ સમાજ આધારિત રાજકીય વ્યૂહ કરતા રહ્યા છે. માધવસિંહ સોલંકીની ખામ થિયરી મુજબ ક્ષત્રિય, આદિવાસી લઘુમતી વર્ગનાં એકજૂથ કરાયા હતા અને તે સમયે પાટીદાર પાવર શિફ્ટ થયો હતો.
એ પછી ગુજરાત જનતા દળ નો પણ ઉદય થયો, અને અસફળ થયો ગુજરાતમાં જ્ઞાતિ સમાજ આધારિત રાજકીય સમૂહ નો પ્રભાવ તો પહેલેથી જ રહ્યો છે. ગુજરાત રાજ્યની રચના પછી કટોકટી પહેલાં ગુજરાતમાં તમામ વિપક્ષોએ કોંગ્રેસ સામે જૂથ થઈને જનતાનો મોરચો રચ્યો છે.
તે પછી કટોકટી પછી દેશમાં સતા પરિવર્તન થયું છે.વર્ષ 2022 ની ચૂંટણીની ચર્ચા ચાલી રહી છે. સુરત મહાનગરપાલિકામાં મુખ્ય વિપક્ષ બન્યા પછી આમ આદમી પાર્ટી જોરમાં છે, અને વિધાનસભાની ચૂંટણીમાં ફતેહે મેળવવા તલપાપડ છે, પરંતુ તે માટે પાટીદાર પાવર પર આધાર રાખવો પડે તેમ છે.
નરેશભાઈ પટેલના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવા નિવેદન પછી ભાજપે કેન્દ્રીય પાટીદાર મંત્રીઓને મેદાને ઉતર્યા છે.અત્યારે એવા સવાલો ઉઠી રહ્યા છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી કિંગ બનશે કિંગમેકર બનશે.
જો ગુજરાતની અત્યાર સુધીની રાજનીતિની વાત કરીએ તો 1990ના દાયકામાં ગુજરાતમાં કિસાન જુલો પક્ષનો પ્રયોગ થયો. તે પછી જનતા દળની ભાજપ સાથે સહિયારી સરકાર રચાય. આ બંને પ્રાદેશિક પક્ષો રચના ચીમનભાઈ પટેલ જ છેવટે પુનઃરચના જોડાઈ ગયા હતા.
તે પછી શંકરસિંહ વાઘેલાએ રાજપા ની સ્થાપના કરી અને કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા પણ લાંબુ ચાલ્યું નહિ, તે પછી તેઓએ જન વિકલ્પ પાર્ટી બનાવી ગયા અને હવે ફરીથી કોંગ્રેસમાં જોડાશે તેવી વાત ચાલી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!