પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો અલ્પેશ કથીરિયા શું આપ માં જોડાશે ?
પાટીદાર અનામત આંદોલનને લઇને પાટીદાર સમાજના અનેક યુવાઓ સામે આવ્યા હતા. તેમાંથી મહદંશે પોતાનું રાજકીય ભવિષ્ય સેટ કરવામાં રાજકીય પક્ષમાં જોડાયા છે, અથવા તો કેટલાક પાર્ટીમાં જોડાયેલ છે.
હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલીયા, નિખિલ સવાણી જેવા યુવા ચહેરાઓ પોતપોતાની રીતે રાજકીય પાર્ટીનું ખેસ પહેરીને રાજનીતિ કરતા નજરે પડી રહ્યા છે.
હવે પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય ચહેરા અલ્પેશ કથીરિયા કયા પક્ષમાં પોતાનું રાજકીય ભવિષ્ય શોધે છે તેના પર સૌની નજર છે.અલ્પેશ કથિરિયા સહિતના પાસ નેતાઓને જ્યારે આંદોલન શરૂ કર્યું હતું, ત્યારે ભારતીય જનતા પાર્ટી સત્તા હતી એ જ ભારતીય જનતા પાર્ટીની સામે બાથ ભીડીને પાટીદાર યુવા નેતા હોય પોતાના આંદોલનની શરૂઆત કરી હતી. અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાવાની શક્યતા ઘણી ઓછી છે.
અલ્પેશ કથીરિયા હાર્દિક પટેલ ની માફક કોંગ્રેસમાં પ્રવેશી શકે છે, પરંતુ કોંગ્રેસની ગુજરાતભરમાં નબળી સ્થિતિને જોતા પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં જ નિષ્ફળ જવાનું કદાચ અલ્પેશ કથીરિયા અને મુનાસિબ નહિ લાગે.
અલ્પેશ કથીરિયા માટે વધુ એક વિકલ્પ આમ આદમી પાર્ટી છે, અલ્પેશ અત્યારે જે પ્રકારના નિવેદનો કરી રહ્યા છે અને પાટીદારો જે રીતે આમ આદમી પાર્ટી તરફથી જોબ દેખાવી રહ્યા છે
તે પરથી એવું લાગી રહ્યું છે કે, અલ્પેશ કથીરિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. પરંતુ આમ આદમી પાર્ટીમાં તેનું સ્થાન શું હશે ? તે જોવું મોટો પ્રશ્ન છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!