આગામી વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોર કોંગ્રેસનો મુખ્ય ચહેરો બનશે ?
2022 ની આગામી વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતમાં અત્યાર થી રાજકીય હલન ચલન જોવા મળી રહી છે. આ વખતે ભાજપ કોંગ્રેસ તો હશે જ પરંતુ આમ આદમી પાર્ટી પણ તડામાર તૈયારી સાથે મેદાનમાં ઊતરશે. આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ માટે લિટમસ ટેસ્ટ સાબિત થનાર છે, ત્યારે કોંગ્રેસનું નેતૃત્વ ચમત્કારની આશા રાખી રહ્યું છે.
27 વર્ષથી ગુજરાતમાં સત્તાથી દૂર રહ્યા બાદ આવનારી ચુંટણીઓમાં સત્તા પર આવશે, તેવી અપેક્ષા રાખી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરને ગુજરાતમાં લાવવાની માંગ કરી રહ્યા છે.
શા માટે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો પ્રશાંત કિશોર ને લાવવા માટે માંગ કરે છે? શુ પ્રશાંત કિશોરના ગુજરાતમાં આગમાંથી રાતોરાત કોંગ્રેસ બદલાઈ જશે.? તે જોવાનું રહ્યું..
પ્રશાંત કિશોર પર કોંગ્રેસ ભરોસો કરી રહી છે, તે માટે 2022માં પ્રશાંત કિશોરને લાવવા માટે માંગ કરી રહી છે. કોંગ્રેસના નેતા એ PK ને લાવવા માટે હાઈકમાન્ડ રજૂઆત કરી છે.
પ્રશાંત કિશોર ના આવવાથી શું ભાજપ અને આમ આદમી પાર્ટી ની ચિંતામાં વધારો થશે. પ્રશાંત કિશોર ના આવવાથી શું કોંગ્રેસને ફાયદો થશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!