યોગી સામે ચૂંટણી લડશે પ્રિયંકા ? કોંગ્રેસના આ નેતાના નિવેદન થી રાજકારણ ગરમાયું.

કોંગ્રેસના મુખ્યમંત્રી તરીકે યુપીમાં પ્રિયંકા ગાંધી નું નામ સામે આવ્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી એ તેમનું નામ જણાવ્યું હતું કહ્યું હતું કે, જનતા તેમને જ મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજેશ તિવારીએ દાવો કર્યો છે કે પ્રિયંકા ગાંધી યુપીમાં મુખ્યમંત્રી બનશે સાથે જણાવ્યું છે કે, જનતા તેમને જ મુખ્યમંત્રીના રૂપમાં જોવા માંગે છે.

પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ દ્વારા લડવામાં આવશે. જેમાં દરેક સીટ ના ઉમેદવાર પણ તે પસંદ કરવાની છે.બીજી તરફ જનતા ની સાથે સાથે ઉત્તર પ્રદેશના કોંગ્રેસ કાર્યકરો પણ પ્રિયંકા અને મુખ્યમંત્રીના રૂપમાં જોવા માંગે છે.

રાજેશ તિવારીએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ 403 એટલે કે બધી જ સીટ પર પોતાના ઉમેદવારો ઉતારશે.યુપી કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજેશ્વરી એવું પણ કહ્યું હતું કે, છત્તીસગઢના 15 વર્ષ સુધી સત્તા ન હતી પરંતુ હાલ ત્યાં કોંગ્રેસની સત્તા છે અને તેમને સફળતા મળી છે.

કોંગ્રેસના 100 જેટલા પદાધિકારીઓ હાલ છત્તીસગઢમાં છે, જેમને કોંગ્રેસના ઇતિહાસ થી લઈને બૂથ મેનેજમેન્ટ વિશે જાણકારી આપવામાં આવી રહી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ આમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે રાજેશ તિવારી એવું પણ કહ્યું હતું કે, રાયપુરના નિરંજન ધર્મશાળામાં માસ્ટર ટ્રેનર બુથ મેનેજમેન્ટની જાણકારી આપવામાં આવી હતી. જેમાં પ્રિયંકા ગાંધી પણ રીતે સામેલ થયા હતા, હવે તે માસ્ટર ટ્રેનર ઉત્તર પ્રદેશમાં અને વિધાનસભા સ્તરે કાર્યકર્તાઓને જાણકારી આપશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *