AAPની એન્ટ્રી થી પક્ષને ફાયદો થશે કે નુકશાન ? પણ લોકોને લાભ થઈ શકે છે, જાણો.

રાજ્યમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી રાજકીય પક્ષોને ફાયદો થશે કે નુકશાન પણ પ્રજાને ફાયદો થશે. આમ આદમી પાર્ટીના આવી જવાથી ગુજરાતની પ્રજાને કુલ ત્રણ રીતે ફાયદો થવાનો છે. સરકાર બચાવવા માટે હવે શાસક પક્ષ ભાજપે લોકોના વધારે કામ કરવા પડશે. જ્યારે કોંગ્રેસ પક્ષ તરીકે વધારે સક્રિય થશે, અને સરકાર હંમેશા વિપક્ષના મુદ્દા પ્રત્યયો એલર્ટ રહેશે.

આમ આદમી પાર્ટીના ભયથી હવે આરોગ્ય, શિક્ષણ, વીજળી તથા અન્ય મુદ્દા પર સરકારે દિલ્હી મોડલ જેવા લાભ દેવાના રહેશે. સત્તામાં છેલ્લા 25 વર્ષથી ભાજપ અને કોંગ્રેસ એમ બે મુખ્ય પક્ષો વચ્ચે ગુજરાતમાં ટક્કર જોવા મળી હતી.

જ્યારે કોર્પોરેશનની ચૂંટણીથી લઇને આજ સુધી ભાજપનું પ્રભુત્વ યથાવત રહ્યું હતું. એવામાં હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી કરી છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા રાજ્યના રાજકારણમાં સમીકરણ બનવાના શરુ થઇ ગયા છે, જેનો સીધો લાભ રાજ્યની પ્રજાને થવાનું છે.

જ્યારે આ પાસાને એક બીજો વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે. હવે ગુજરાતની પ્રજા પાસે ત્રણ વિકલ્પ ઉપલબ્ધ છે. રાજ્યના રાજકારણમાં લાંબા સમયથી પ્રાદેશિક પક્ષ કે અપક્ષ લોકો વધારે પસંદ કરી રહ્યા છે.

રાજકિય નિષ્ણાંતો ત્યાં સુધી કહેતા હતા કે, કોંગ્રેસ હારી રહી છે. તેથી સત્તામાં ભાજપ ટકી શકે છે. આ રાજકીય યુદ્ધમાં છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીએ નાના સ્તરેથી સક્રિય થવાનું શરૂ કર્યું છે.

આજે આમ આદમી પાર્ટી પોતાનું પ્રભુત્વ બનાવી રહી છે. સાથે સાથે લોકોનો સપોર્ટ મળી રહ્યો છે. અને તે પોતાની સત્તા દળને વધારે મજબૂત બનાવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *