ભાજપના ગઢમાં ગાબડું / ભાજપમાં રાજકીય ઊથલપાથલ સાથે, દિગ્ગજ નેતા સહિત 1500 થી વધુ કાર્યકર્તાઓ આ પાર્ટીમાં જોડાયા

એક બાજુ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રજાનો દોર શરૂ થઇ ગયો છે. તેની વચ્ચે આમ આદમી પાર્ટી રાજ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ધીમે ધીમે પોતાનો પગપેસારો મજબૂત બનાવી રહી છે. પાર્ટી ની સાથે રાજ્યના પ્રતિષ્ઠિત લોકો તેમજ યુવાનો જોડાઇ રહ્યા છે.

ત્યારે આજે અમદાવાદના કુબેરનગરમાં મોટી સંખ્યામાં યુવાનો પાર્ટી સાથે જોડાતા ભારે રાજકીય ઊથલપાથલ જોવા મળી છે. મળતી માહિતી અનુસાર કુબેરનગર વિસ્તારમાં આવેલ પીકનીક પાર્ટી પ્લોટ માં એક મોટી રાજકીય ઊથલપાથલ થઈ છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત ઉપાધ્યક્ષ સોમાભાઇ ચૌધરી ના અથાગ પ્રયત્નથી અને પદાધિકારી જલાભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના 1500 જેટલા કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આ કાર્યક્રમમાં હાજર આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ નેતા ઈશુદાન ગઢવી જણાવ્યું હતું કે હું ભેમાભાઈ ને એમના અથાક પ્રયાસો માટે શુભેચ્છા આપું છું.

અને જલાભાઈ દેસાઈ પાર્ટી માં જોડાવા બદલ કરું છું. કુબેરનગર થી 1500 જેટલા સત્તાધારી પક્ષના કાર્યકર્તાઓ અમારી સાથે જોડાઈ જાય તેથી સ્પષ્ટ છે કે, એ વિસ્તારમાં કોઈ પ્રગતિ કે વિકાસ નું કામ આજ સુધી થયા જ નથી.

અને એટલું હવે અમને તક મળ્યું છે. આવી જ રીતે આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યના વિકાસ માટે સતત કાર્યરત રહેશે. નવા કાર્યકર્તાઓને અભિનંદન આપવા અમદાવાદ શહેરના પ્રમુખ જે. જે મેવાડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *