Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નીતિન પટેલ અને વિજય રૂપાણી સાથે આ દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાશે, 50 નેતાઓને કરાશે ઘરભેગા - GUJJUFAN

નીતિન પટેલ અને વિજય રૂપાણી સાથે આ દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાશે, 50 નેતાઓને કરાશે ઘરભેગા

પાંચ રાજ્યમાં ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ચાર રાજ્યોમાં ભાજપને બહુમતીથી જીત મળી છે. યુપી સહિત ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ગુજરાતમાં ભાજપના નવી કવાયત હાથ ધરવામાં આવી છે. સિનિયર કહેવાતા ઘણા નેતાઓને પડતા મૂકીને મોદીએ ઘણા યુવાનોને આગળ કર્યા છે. તેના પરિણામો સારા આવ્યા છે તો ક્યાંક પરિણામો માતા આવ્યા છે.

તેમના પગલે ચાલીને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ પણ પ્રયોગ કરી રહ્યા છે કેટલાક પ્રયોગો સહજ છે તો કેટલાક ખુદ ભાજપના જ વરિષ્ઠ નેતાઓને સમજમાં ન આવે એવા છે.

પાર્ટીએ રાજ્યમાં નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની ચાર નક્કી કરી છે. જે રીતે રૂપાણી સરકાર ના રાજીનામાં બાદ નવા મંત્રી મંડળના તમામ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું હતું. એ જ રીતે આગામી ચૂંટણીમાં યુવા લોકોને સ્થાન આપવામાં આવશે.

જેવો અગાઉ વિધાનસભાની ચૂંટણી લડ્યા નથી. તેવા ભાજપના કાર્યકરોને અજમાવશે આગામી ચૂંટણીમાં ઉમર ની સીમા રેખા તરીકે 65 વર્ષની મર્યાદા રખાય છે. આ ઉપરાંત પાર્ટી અગાઉ ત્રણથી ચાર વખત ચુંટણી લડી ચૂક્યા હોય તેવા કોઇપણ ધારાસભ્યોને હવે રિપિટ કરશે નહીં.

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ હાલ ગુજરાતમાં છે. અને જે મોટા નેતાઓ ના નામ પર કાતર ફેરવવાનું છે. તેમાંના ઘણા નેતાઓ સાથે મિટિંગ કરી રહ્યા છે.

એક અંદાજ મુજબ 50 થી વધારે વર્તમાન વિધાનસભાઓને ડિસેમ્બર 2022માં ટિકિટ મળવાની નથી. આ નેતા ના નામ માં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપ જાડેજા, આર.સી.ફળદુ, સૌરભ પટેલ, દિલીપ ઠાકોર, કૌશિક પટેલ, ગણપત વસાવા,

કુંવરજી બાવળિયા, પરશોતમ સોલંકી, કિરીટસિંહ રાણા, ગજેન્દ્ર પરમાર, રાઘવજી પટેલ, યોગેશ પટેલ, કિશોર કાનાણી, રમણલાલ પાટકર, બાબુ જમનાદાસ પટેલ, મધુ શ્રીવાસ્તવ, કિશોર ચૌહાણ, ગીતાબા જાડેજા, અરવિંદ પટેલ વગેરે નેતાઓનો સમાવેશ થાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *