ગુજરાતમાં AAPના આવવાથી કોંગ્રેસ નું પત્તું કપાયું, કોંગ્રેસ પાસે નથી કોઈ…
આઝાદી પછી ભારતના સૌથી મોટા પક્ષ તરીકે સૌથી વધારે લાંબુ શાસન કરવા નો ઇતિહાસ છે. પક્ષને નામે છે તે કોંગ્રેસ પક્ષ. અત્યારે ગુજરાતમાં અને દેશમાં ઓક્સિજન ઉપર કેમ છે ? એ સવાલ હકીકતમાં તો પ્રજાને બદલે સ્વયમ કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસ પક્ષના નેતાને થવો જોઈએ. કોંગ્રેસ પક્ષમાંથી લોકોનો વિશ્વાસ ઓછો કેમ થઈ ગયો શું કોંગ્રેસ કામ નથી કરતી ?
કે પછી કામ કર્યા છતાં તે પોતાના કામ અંગે પ્રજા ને જણાવવામાં નિષ્ફળ રહ્યો છે ? બંને સ્થિતિમાં તે પ્રજાની નજરમાં થી ધીમે ધીમે ઓઝલ થઇ ગયો એનું કારણ શું હોઈ શકે ?
કોંગ્રેસના પ્રાથમિક કારણો સોનિયા ગાંધી ની બીમારી એક મોટી નેતાગીરીની ખોટ, પાર્ટીની અંદરોઅંદર મતભેદ અને આ મતભેદને કારણે પોતાનો ચહેરો પ્રકાશિત કરી શકવાની અક્ષમતા, અથવા તો વધારે પડતો આત્મવિશ્વાસ હોય શકે.
ભાજપની નેતાગીરી માં નરેન્દ્ર મોદી આવ્યા પછી એમણે એક સાથે બે લક્ષ પ્રાપ્ત કર્યા એક તો તેમણે પોતાની છબીને શક્ય હોય એટલી ઊંચાઈ પર લઈ જવાની કોશિશ કરી.
તેમણે કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસ પક્ષની કેન્દ્રીય નેતાગીરી અને પ્રજાના મનથી અને પ્રજાની નજર માંથી બની શકે એટલી નીચે ઉતારવા ના રાજકીય પ્રયત્નો કર્યા અને તેમાં સફળ પણ રહ્યા.
હકીકતમાં આ સમયે કોંગ્રેસની રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાગીરી એમ મનોમંથન કરવાનો સમય હતો. જે રાજકીય ચાલ ભાજપ પક્ષ રમી શક્યો એ રાજકીય ચાર કોંગ્રેસ પક્ષના રમી શક્યો.
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તેમને મુખ્ય પ્રવાહના મીડિયા અને સોશિયલ મીડિયા સહિત જા પણ જેવી રીતે જેટલું પણ પક્ષ અને પોતાનું માર્કેટિંગ થઈ શકે એટલું માર્કેટિંગ કરવાનો પ્રયત્ન કર્યો અને તેઓ સફળ પણ થયા અને બીજી બાજુ કોંગ્રેસ પક્ષ ભારતીય વર્ષો જૂનો પક્ષ છે, એટલે કે આઝાદી કાળનો પ્રવાહ છે એમની નેતાગીરી આ કરવામાં કઈ ક સફળ રહી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!