હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી, ખેડૂતોની વધી શકે છે ચિંતા

રાજ્યમાં અતિભારે વરસાદ માટે રાહ જોવી પડી શકે છે આગામી દિવસોમાં રાજ્ય વરસાદને લઈને હવામાન વિભાગે માઠા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ભારે વરસાદની આશા નથી. આ વખતે રાજ્યમાં ચોમાસાની શરૂઆત વહેલી થઈ ગઈ હતી, પરંતુ અત્યારે મેઘરાજાએ વિરામ લીધો છે.

મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસ્યો નથી. રાજ્યના એક પણ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ જોવા મળ્યો નથી, ત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે 15 ઓગસ્ટ સુધી ભારે વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યમાં હજી સુધી 41 ટકા વરસાદની ઘટ છે.

ગુજરાતમાં ઓગસ્ટના અંત સુધીમાં સારો વરસાદ રહે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા રહેશે અને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટા થશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન અંબાલાલ પટેલ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ઓગસ્ટના બીજા સપ્તાહમાં ચોમાસુ જામશે. રાજ્યમાં 14થી ચોમાસાનું જોર વધશે. 18 ઓગસ્ટ થી 24 ઓગસ્ટ માં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ રહેશે.

આ સાથે જામનગર દ્વારકા ભાવનગર વલસાડ ગીર સોમનાથ સુરત નવસારી સહિત વરસાદ વરસશે. ખેડૂતોને ઓગસ્ટ ના વરસાદ થી લાભ થવાનું નિષ્ણાંતોનું હનુમાન રહેલ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *