Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ખોડલધામના ચેરમેન નરેશ પટેલના નિવેદનથી ખળભળાટ કહ્યું કે, ઘરની વાત ઘરમાં.. - GUJJUFAN

ખોડલધામના ચેરમેન નરેશ પટેલના નિવેદનથી ખળભળાટ કહ્યું કે, ઘરની વાત ઘરમાં..

21 જાન્યુઆરી 2020 ના રોજ ખોડલધામ મંદિર ને પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે આ દિવસે ખોડલધામમાં ભવ્ય પાટોત્સવ ની તૈયારી કરવામાં આવી રહી છે. આ પાટોત્સવ ને લઈને રાજ્યના અલગ અલગ જિલ્લામાં નરેશ પટેલ આમંત્રણ આપવા માટે જઈ રહ્યા છે. ત્યારે નરેશ પટેલ સરદાર પટેલ ની ભૂમિ કરમસદ પહોંચ્યા હતા.

ત્યાં તેમણે સરદાર ગૃહ ખાતે કાર્યક્રમ સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ચરોતરના પાટીદાર જ્ઞાતિના 20 ગોળની સંસ્થાના હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

કરમસદમાં નરેશ પટેલે પાટીદાર આગેવાનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આપ સૌ જાણો છો તેમ આપણા સમાજના માતાજી મંદિરના પાંચ વર્ષ પૂર્ણ થયા છે.

ત્યારે 21 જાન્યુઆરી 2020 માં ભવ્ય પાટોત્સવ માં આપશો વધારો તેવી લાગણી આપની વચ્ચે મુકવા માટે આવ્યો છું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, દરેક સમાજની અંદર જે તકલીફો છે તે આપણા સમાજમાં પણ છે.

જેમાં પહેલા ભાઈઓ ની સમસ્યા બે માણસોની સમસ્યા અને ત્યારબાદ લોકોને કોર્ટ સુધી જવું પડતું હતું. ત્યાં વકીલ પાસે લાઈનમાં બેસવું પડતું હતું એટલે ખોડલધામ સમાધાન પંચ નું આયોજન કર્યું.

આ પણ અત્યાર સુધીમાં અમદાવાદ અને સુરત સહિત 17 જગ્યા પર કાર્ય કરી રહ્યું છે અને 2000થી વધારે કેસ નું નિરાકરણ કર્યું છે. નરેશ પટેલે સરદાર પટેલની કર્મભૂમિ પર માર્મીક ટકોર કરતાં જણાવ્યું કે સરદાર સાહેબ ઘણું કહી ગયા છે.

અહીંયા હું તેમની વાત કરું તે યોગ્ય ન કહેવાય, પણ આ કર્મભૂમિ જ તેમની જેમ સરદાર પટેલ બે વાત મને ખૂબ જ ગમે છે.

પહેલી વાત જ ઘરની વાત ઘરમાં રાખજો અને બીજી વાત કે, કાળજું સિંહનું રાખજો આ વાત મગજમાં ઉતારી લઈ ને તો ઘણું બધું કામ પૂરું થઈ જાય તેમણે એમ પણ કહ્યું કે ઘરની વાત ઘરમાં રાખશો તો, ઓટોમેટીક કાળજું સિંહનું થઈ જશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *