ભાજપ / વિધાનસભાની ચૂંટણીના આ નિયમને લઈને, સિનિયર નેતા ની ટિકિટ કપાશે

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ સહિત તમામ ચૂંટણીઓમાં ભાજપ માં ટિકિટ ફાળવણી, પાલિકા પંચાયતોમાં મેયર પ્રમુખ સહિતના પદાધિકારીઓની નિમણૂકોમા ભીખુ દલસાણીયા ની ભૂમિકા રહેશે નહીં. ગુજરાત ભાજપમાં દોઢ દાયકાથી સંગઠન મહામંત્રી હોવાથી પાર્લામેન્ટરી બોર્ડમાં તેમનો દબદબો રહેતો.હાઈ કમાન્ડે ગુજરાતમાં સંગઠન મહામંત્રી પદે મૂળ ઉત્તર પ્રદેશના રત્નાકર નિયુક્તિ કરવામાં આવી છે.

ત્યારે હવે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ કપાવાના ડરે ગનગણાટ પણ શરૂ થઇ ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી સમયમાં કેટલાક નેતાઓને ટિકિટ પણ કપાય શકે છે. વિધાનસભાની ચૂંટણીઓ વહેલી યોજાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ભાજપના સિનિયર નેતાઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.સી. આર. પાટીલ જ્યારથી ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા છે, ત્યારથી જ ભાજપમાં અનિશ્ચિતતાઓ વધી ગઈ છે પાટીલે પેજ ની રચના કરી જે નોંધપાત્ર સફળતા મળી હતી.

જ્યારે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીના નિયમો કેન્દ્રીય પાર્લામેન્ટરી કમિટીના નક્કી કરે છે. સી.આર.પાટીલ ત્યારે આવો જવાબ આપીને છટકબારી શોધી લીધી હતી. ભાજપમાં અનેક નેતાઓ છે. ત્રણ ટર્મ કરતાં વધુ વખત ચુંટણી લડી ચૂક્યા છે. આવા નેતાઓ હવે પોતાની ટિકિટ બચાવવા માટે થઈને હવાતિયા મારતા શરૂ થઈ ગયા છે.

182 બેઠક જીતવાનો ટાર્ગેટ સી.આર.પાટીલ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે.બીજી તરફ AAP નવયુવાનો તક આપી રહી છે. ત્યારે ભાજપ પણ હવે યુવાનો ને વધુ જાણવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

ભાજપના સિનિયર નેતાઓ પોતાની ટિકિટ કપાવવાની શક્યતાઓને લઇને વિસ્તારોમાં સક્રિય થઈ ગયા છે. હાલમાં તો સિનિયર નેતાઓના માથે ચિંતાની લકીરો હટાવવાનું નામ નથી લઈ રહી, અત્યારે સિનિયર નેતાઓ મૂંઝવણ માં છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *